A record  representation  of BJP President Amit Shah with Prime Minister Narendra Modi PTI

મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) મહારાષ્ટ્રની નવી સરકારમાં પોર્ટફોલિયોની વહેંચણીને આખરી ઓપ આપવામાં ન આવે ત્યાં સુધી મુખ્ય પ્રધાનપદના ઉમેદવારની જાહેરાત કરવાની ઉતાવળ કરશે નહીં, એમ પાર્ટીના ઉચ્ચ પદસ્થ સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું.

આ પણ વાંચો : મહારાષ્ટ્રને અત્યાર સુધીમાં કેટલા CM મળ્યા? શોર્ટ અને લોંગ ટર્મ કોણ રહ્યા?

આગામી મુખ્ય પ્રધાન કોણ બનશે તે અંગે મહાયુતિના નિર્ણયમાં વિલંબ થશે તેવા સંકેતો ઉભરી આવ્યા હતા કારણ કે મંગળવારે સવારે રાજ્યપાલે એકનાથ શિંદેનું રાજીનામું સ્વીકાર્યા પછી તેમને રખેવાળ મુખ્ય પ્રધાન તરીકે કામ કરવા જણાવ્યું હતું.

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-શિવસેના-એનસીપી ગઠબંધનની જંગી જીત છતાં ટોચના પદ પર કોણ કબજો કરશે તે અંગે સાથી પક્ષોમાં હજી સુધી કોઈ સહમતિ સધાઈ નથી એવું ચિત્ર જોવા મળી રહ્યું છે.

‘કેન્દ્રીય નેતૃત્વને મુખ્ય પ્રધાનપદ માટેના ઉમેદવારનું નામ આપવાની કોઈ ઉતાવળ નથી. અમે નિર્ણાયક જનાદેશ મેળવ્યો છે અને હવે પ્રાથમિકતા સરકારની રચના માટે એક વ્યાપક યોજના બનાવવાની છે. જેમાં પ્રધાનપદના પોર્ટફોલિયોને અંતિમ સ્વરૂપ આપવા અને મુખ્ય હોદ્દાઓની વહેંચણીનો સમાવેશ થાય છે. જેમ કે જિલ્લાના પાલકપ્રધાનો, એમ રાજ્યના ભાજપના એક મોટા નેતાએ નામ જાહેર ન કરવાની વિનંતી કરતાં જણાવ્યું હતું.

સાવચેતીભર્યો અભિગમ યુતિના ભાગીદારો વચ્ચે ઘર્ષણ ટાળવાની ઇચ્છાથી અપનાવવામાં આવ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.

વિસ્તૃત રીતે, ભાજપના અન્ય એક આંતરિક વ્યક્તિએ રાયગઢ જિલ્લાના વિધાનસભ્ય મહેન્દ્ર થોરાવેના કેસ ટાંક્યો હતો, જેમણે આ વર્ષની શરૂઆતમાં એનસીપીનાંં અદિતિ તટકરેની જિલ્લા પાલક પ્રધાન તરીકેની નિમણૂંકનો લાંબા સમયથી ચાલતી સ્થાનિક દુશ્મનાવટને કારણે વિરોધ કર્યો હતો.

‘અમે હવે આવા મુદ્દાઓને ઉકેલવા માંગીએ છીએ, તે સુનિશ્ર્ચિત કરીએ છીએ કે આગળ વધતા પહેલા દરેક મુદ્દે સહમતિ સધાઈ જાય,’ એમ તેમણે કહ્યું હતું.

પાર્ટીના એક નેતાએ કહ્યું હતું કે ચાલુ સંસદીય સત્રને કારણે કેન્દ્રીય નેતૃત્વ વ્યસ્ત છે, તેમને મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ અને સાથી પક્ષોના નેતાઓની સાથે બેઠકો કરવા ઉપરાંત સંસદમાં ફ્લોર મેનેજમેન્ટ સંભાળવાની પણ જવાબદારી છે,’ એમ પાર્ટીના એક નેતાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : આટલા વિજેતાના મતોનો આંકડો એકસરખો ? હવે રોહિત પવારે કર્યા EVM પર આક્ષેપો

મુખ્ય પ્રધાનના ઉમેદવારની જાહેરાત માટ ભાજપની કેન્દ્રીય સંસ્થા એક નિરીક્ષક અથવા નિરીક્ષકોની એક ટીમની નિમણૂક કરશે જે મુંબઈની મુલાકાત લેશે. તેઓ કેબિનેટ ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપવા માટે વિધાનસભ્યો અને પક્ષના વરિષ્ઠ અધિકારીઓને મળશે. એકવાર આ બધું થઈ જાય, પછી તેઓ વિધાયક પાંખના નેતા માટે પક્ષની પસંદગીની જાહેરાત કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને