![india france relations deepen with pinaka rocket launcher deal](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/india-france-defence-cooperation.jpg)
પેરિસ : ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી(PM Modi France Visit)ફ્રાંસ અને અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણને પ્રોત્સાહિત કરવાની વાત કરી હતી. આ બે નેતાઓએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને વિવિધ વૈશ્વિક મંચો પર જોડાણને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ બે નેતા વચ્ચે યોજાયેલી બેઠક બાદ સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું.
Also work : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
ફ્રાંસ ભારતના પિનાકા રોકેટ લોન્ચરની ખરીદી કરશે
જેમાં કહેવામાં આવ્યું હતું કે આ વાટાઘાટોમાં દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર પરિમાણો તેમજ મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. જ્યારે પ્રધાન મંત્રી મોદી અને મેક્રોને સંરક્ષણ, પરમાણુ ઊર્જા અને અવકાશના વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ફ્રાંસ દ્વારા ભારતના પિનાકા રોકેટ લોન્ચરની ખરીદી બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવશે. આ ઉપરાંત ભારત અને ફ્રાંસ નાના મોડ્યુલર રિએક્ટર પર ભાગીદારી કરશે.
ભારતની કાયમી સભ્યપદ માટે ફ્રાંસે સમર્થન આપ્યું
આ બંને નેતાઓએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સુધારાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો અને સુરક્ષા પરિષદની બાબતો સહિત વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર નજીકથી સંકલન કરવા સંમત થયા. ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને યુએનએસસીમાં ભારતની કાયમી સભ્યપદ માટે ફ્રાંસે મજબૂત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. બંને નેતાઓએ ભારત-ફ્રાંસ વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યેની તેમની મજબૂત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને નોંધ્યું કે છેલ્લા 25 વર્ષોમાં તે ધીમે ધીમે બહુપક્ષીય સંબંધમાં વિકસિત થયું છે. તેમણે પશ્ચિમ એશિયા, આતંકવાદ અને યુરોપ સહિત અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
મેક્રોનને ભારત આવવા આમંત્રણ
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ મેક્રોનને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. વાટાઘાટોના 10 પરિણામોની યાદીમાં એઆઇ પર ભારત-ફ્રાંસ ઘોષણાપત્ર, ભારત-ફ્રાન્સ ઇનોવેશન વર્ષ 2026 માટે લોગોનું પ્રકાશન, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ , ભારત અને ફ્રાન્સના ઇન્સ્ટિટ્યૂટ નેશનલ ડી રિચેર્ચે એન ઇન્ફોર્મેટિક એટ એન ઓટોમેટિક વચ્ચે ઇન્ડો-ફ્રેન્ચ સેન્ટર ફોર ધ ડિજિટલ સાયન્સની સ્થાપના માટે ઇરાદા પત્રનો સમાવેશ થાય છે.
Also work : PM Modi એ માર્સેલીમાં વિશ્વયુદ્ધના શહીદ ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી, વીર સાવરકરને પણ કર્યા યાદ…
નાના મોડ્યુલર રિએક્ટર પર ભાગીદારી
ફ્રેન્ચ સ્ટાર્ટ-અપ ઇન્ક્યુબેટર સ્ટેશન એફ ખાતે 10 ભારતીય સ્ટાર્ટઅપ્સને હોસ્ટ કરવા માટે એક કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જ્યારે અદ્યતન મોડ્યુલર રિએક્ટર અને નાના મોડ્યુલર રિએક્ટર પર ભાગીદારી સ્થાપિત કરવાના ઇરાદાની ઘોષણા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને