સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર સીરિઝ દરમિયાન દુખદ સમાચાર આવ્યા છે. જેના કારણે સમગ્ર ઓસ્ટ્રેલિયામાં શોકની લહેર છવાઈ ગઈ છે. યુવા ઓસ્ટ્રેલિયન ઓલ રાઉન્ડર ક્રિકેટર આદિ ડેવ (Adi Dev)નું નિધન થયું છે.
આ પણ વાંચો : ICC Rankings: દુનિયાના બેસ્ટ બોલરમાં બુમ બુમ બુમરાહે મારી બાજી, દિગ્ગજોને પાછળ રાખી બન્યો નંબર 1
આ ક્રિકેટરની ઉંમર માત્ર 23 વર્ષની જ હતી અને તે સ્ટિવ સ્મિથ તથા ડેવિડ વોર્નર જેવા દિગ્ગજો સાથે મેચ રમી ચૂક્યો હતો. ડાર્વિન ક્રિકેટ ક્લબના ક્રિકેટર આદિ ડેવના નિધનથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટપ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ક્રિકેટરના મોતનું કારણ જાણવાં મળ્યું નથી.
ધ ડાર્વિન ક્રિકેટ ક્લબે તેના સોશિયલ મીડિયા એક્સ પર જાણકારી આપતાં લખ્યું, આદિ ડેવ હવે આ દુનિયામાં રહ્યો નથી. તે એક ઑલરાઉન્ડર હતો. ઉપરાંત લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ કરતો હતો. આ ક્રિકેટર માત્ર 15 વર્ષની વયે જ સમાચારમાં આવ્યો હતો. 2017માં ડાર્વિનમાં ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથની ટીમ વચ્ચે ઈંટરા સ્કવોડમાં રમાયેલી મેચમાં તેને ફિલ્ડિંગ કરવાનો મોકો મળ્યો હતો.
આ પણ વાંચો : પાકિસ્તાનના સઇમ અયુબની રેકૉર્ડ-બ્રેક બૅટિંગ, પાકિસ્તાનને રેકૉર્ડ-બુકમાં પણ લાવી દીધું…
27 નવેમ્બર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે છે કાળો દિવસ
આજનો 27 નવેમ્બરનો દિવસ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે કાળો દિવસ છે. ફિલ હ્યૂજને ફર્સ્ટ ક્લાસ મેચ દરમિયાન માથામાં બોલ વાગ્યો હતો અને 27 નવેમ્બર, 2014ના રોજ તેનું મોત થયું હતું. આ ખેલાડીનો ઓસ્ટ્રેલિયાની ટીમમાં સમાવેશ થવાનો હતો પરંતુ તેના એક દિવસ પહેલા જ દુર્ઘટના બની હતી. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સીન એબોટનો બોલ હ્યૂજને માથામાં વાગ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને