શેન્ઝેનઃ ભારતની અનુપમા ઉપાધ્યાય નામની બૅડમિન્ટન ખેલાડીએ અહીં `ચાઇના માસ્ટર્સ સુપર-750′ ટૂર્નામેન્ટમાં મહિલા બૅડમિન્ટનમાં 15મો નંબર ધરાવતી અમેરિકાની બિવેન ઝાન્ગને હરાવીને આ સ્પર્ધા સાથે સંકળાયેલા તમામને ચોંકાવી દીધા હતા.
વિશ્વમાં 50મો ક્રમ ધરાવતી અનુપમાએ ઝાન્ગને 21-17, 8-21, 22-20થી હરાવી દીધી હતી. 19 વર્ષની અનુપમા રાજસ્થાનના અલ્મોડાની છે. તેની અને ઝાન્ગની મૅચ 48 મિનિટ સુધી ચાલી હતી. અનુપમા અગાઉ કઝાખસ્તાન ઇન્ટરનૅશનલ ચૅલેન્જ અને પૉલિશ ઓપન નામની ટૂર્નામેન્ટ જીતી હતી. અનુપમા હવે પછીના રાઉન્ડમાં જાપાનની નૅટસુકી નિદાઇરા સામે રમશે. ભારતના બી. સુમીત રેડ્ડી તથા એન. સિક્કી રેડ્ડી પણ જીતીને મિક્સ્ડ-ડબલ્સના બીજા રાઉન્ડમાં પહોંચ્યા હતા. સુમીત-નિક્કી પતિ પત્ની છે. તેમણે અમેરિકાના પ્રેસલી સ્મિથ અને જેની ગેઇને 23-21, 17-21, 21-17થી હરાવી દીધી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને