India's satellite   grounds   women spinner inducted into ICC Hall of Fame representation root -

દુબઈ: અહીં હેડ ક્વૉર્ટર ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે જેમાં એણે ભારતની ભૂતપૂર્વ સ્પિનર નીતુ ડેવિડનો ‘આઇસીસી હૉલ ઑફ ફેમ’માં સમાવેશ કર્યો છે. તે આ સન્માન મેળવનાર ભારતની બીજી જ ક્રિકેટર છે. ગયા વર્ષે આ પ્રતિષ્ઠિત યાદીમાં ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન ડાયના એદલજીને સામેલ કરવામાં આવ્યા હતા.
આઇસીસી હૉલ ઑફ ફેમમાં સાઉથ આફ્રિકાના મહાન ક્રિકેટર એબી ડિવિલિયર્સનો તેમ જ ઇંગ્લૅન્ડના મહાન બૅટર ઍલિસ્ટર કૂકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

47 વર્ષની લેફ્ટ-આર્મ સ્પિનર નીતુ ડેવિડ 1995થી 2008 દરમ્યાન ભારત વતી 10 ટેસ્ટ અને 97 વન-ડે રમી હતી. તેણે કુલ 182 વિકેટ લીધી હતી.

53 રનમાં આઠ વિકેટ નીતુ ડેવિડની એક દાવની બેસ્ટ બોલિંગ તરીકે રેકૉર્ડ-બુકમાં અંકિત છે. એ સિદ્ધિ તેણે 1995માં જમશેદપુરમાં ઇંગ્લૅન્ડ સામે મેળવી હતી. મહિલા ટેસ્ટના ઇતિહાસમાં વ્યક્તિગત ટેસ્ટ ઇનિંગ્સની બેસ્ટ બોલિંગની રેકૉર્ડ-બુકમાં નીતુ ડેવિડનો આ વર્લ્ડ રેકૉર્ડ 29 વર્ષ પછી પણ હજી અતૂટ રહ્યો છે.

નીતુ ડેવિડની 141 વિકેટ ભારતીય વન-ડે ક્રિકેટર્સમાં બીજા સ્થાને છે. ઝુલન ગોસ્વામીની 255 વિકેટ સમગ્ર મહિલા વન-ડે ક્રિકેટમાં હાઈએસ્ટ છે.
નીતુ ડેવિડ ભારતીય મહિલા ક્રિકેટરો માટેની ચીફ સિલેક્ટર છે.