નવી દિલ્હી: મહાકુંભમાં મચેલી ભાગદોડમાં વીઆઈપી કલ્ચર પર આરોપ મૂકવામાં આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે મંદિરોમાં VIP દર્શન માટે ફી વસૂલવા અને અમુક વર્ગના લોકોને પ્રાધાન્ય આપવા સામે જોરદાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (પીઆઈએલ) પર સુનાવણી કરવાનો કોર્ટે ઇનકાર કર્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ વિષય અમારા અધિકારક્ષેત્રનો છે, આ મુદ્દો મંદિરોના વ્યવસ્થાપન અને સમાજના નિર્ણય સાથે સંબંધિત છે.
આપણ વાંચો: ‘અફેર’ને કારણે DNA Test કરવાનો આદેશ આપી શકાય નહીંઃ સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો
અસમાનતા દૂર કરવાની માંગણી
અરજદારે કહ્યું કે VIP કલ્ચરને કારણે ઘણા મંદિરોમાં ભાગદોડની ઘટના ઘટી ચૂકી છે. સરકારની બંધારણીય ફરજ છે કે તેઓ આ અસમાનતા દૂર કરવા માટે કદમ ઉઠાવે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે અનુચ્છેદ 32 હેઠળ અમે આ મુદ્દે વિચાર કરી શકીએ નહીં, પરંતુ અમે તમારા સૂચનો સાથે સહમત થઈ શકીએ છીએ કે કોઇને પણ વિશેષ પ્રાથમિકતા ન આપવી જોઇએ, પરંતુ અમે કલમ 32 હેઠળ નિર્દેશો જારી કરી શકતી નથી.
કેન્દ્ર સરકાર માટે વિચારવા જેવો મુદ્દો
સુપ્રીમ કોર્ટે અરજીને ફગાવીને આ મુદ્દા પરની વિચારણા સરકારી અધિકારીઓ અને સરકાર પર છોડી દીધી છે. CJI સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચ દેશભરના મંદિરો દ્વારા વસૂલવામાં આવતી VIP દર્શન ફી નાબૂદ કરવાની માંગ કરતી અરજી પર કહ્યું કે સમાનતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે અને કોઈપણ એસઓપી (સ્ટાન્ડર્ડ પ્રોસિજર)ના અભાવે પણ ભાગદોડની ઘટનાઓ બને છે.
આપણ વાંચો: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી ફરી મુલતવી, સુપ્રીમ કોર્ટે ફરી મુદત પાડી
પરંતુ CJIએ કહ્યું હતું કે આ મુદ્દો કાયદો અને વ્યવસ્થાનો લાગે છે અને અરજી તે પાસા પર હોવી જોઈએ. બેન્ચે કહ્યું કે કોર્ટ કલમ 32 હેઠળ નિર્દેશો જારી કરી શકતી નથી અને તે કેન્દ્ર માટે વિચારણા કરવાનો નીતિ વિષયક મુદ્દો છે.
સમાનતાના સિદ્ધાંતનો ભંગ
સુપ્રીમ કોર્ટના VIP દર્શનને લઈને વૃંદાવનના રાધા મદન મોહન મંદિરના સેવક વિજય કિશોર ગોસ્વામી દ્વારા આ આજી દાખલ કરવામાં આવી છે. કોર્ટમાં અરજદારના વકીલ આકાશ વરિષ્ઠે કહ્યું કે VIP દર્શનની પ્રથા સંપૂર્ણરીતે મનમાની ભરેલી છે અને તેના માટે એસઓપી બનાવવાની ખાસ જરુંર છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે VIP દર્શનની પ્રથા બંધારણના અનુચ્છેદ 14 અને 21 માં સમાવિષ્ટ સમાનતાના સિદ્ધાંતનો ભંગ છે કારણ કે તે એવા ભક્તો સાથે ભેદભાવ કરે છે જેઓ આવા શુલ્ક પરવડી શકતા નથી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને