Schools and colleges reopen successful  Imphal Valley and Jiribam districts representation by youtube

ઇમ્ફાલઃ મણિપુરની ઇમ્ફાલ ખીણ અને જીરીબામ જિલ્લામાં શાળાઓ અને કોલેજો ૧૩ દિવસના અંતરાલ બાદ શુક્રવારે ફરીથી શરૂ થઇ ગઇ હતી. આ માહિતી અધિકારીઓએ આપી હતી. ખીણના જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરતાની સાથે રાજ્યની રાજધાની ઇમ્ફાલમાં વિદ્યાર્થીઓ તેમના સ્કૂલ યુનિફોર્મમાં અને માતા-પિતા બસોની રાહ જોતા જોવા મળ્યા હતા.

શિક્ષણ નિયામક અને ઉચ્ચ અને તક્નીકી શિક્ષણ વિભાગે ગુરુવારે ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, બિષ્ણુપુર, કાકચિંગ, થૌબલ અને જીરીબામ જિલ્લામાં વર્ગો ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.

આપણ વાંચો: મણિપુરમાં હિંસા: શાંતિ સ્થાપવા માટે વધુ 10,000 જવાનને મોકલાશે…

મણિપુર અને આસામમાં અનુક્રમે જીરી અને બરાક નદીઓમાંથી ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકોના મૃતદેહો મળી આવ્યા બાદ ખીણના જિલ્લાઓ અને જીરીબામમાં શૈક્ષણિક સંસ્થાઓ ૧૬ નવેમ્બરથી બંધ છે.

આ દરમિયાન એક સત્તાવાર આદેશ અનુસાર રાજ્ય સરકારે શુક્રવારે ખીણ અને જીરીબામના તમામ પાંચ જિલ્લાઓમાં સવારે ૫ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી કર્ફ્યુમાં છૂટછાટ આપવાનો આદેશ આપ્યો હતો, જેથી કરીને લોકો જરૂરી ચીજવસ્તુઓ અને દવાઓ ખરીદી શકે.

આપણ વાંચો: મણિપુરના પહાડી વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓ માટે કેન્દ્ર સરકારે 104 કરોડ રૂપિયા કર્યા મંજૂર…

૧૧ નવેમ્બરના રોજ સુરક્ષા દળો અને શંકાસ્પદ કુકી-જો ઉગ્રવાદીઓ વચ્ચે ગોળીબાર બાદ જીરીબામમાં એક રાહત શિબિરમાંથી મેઇતેઇ સમુદાયની ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો ગુમ થયા બાદ મણિપુરમાં હિંસા વધી ગઇ હતી. જેના લીધે ૧૦ ઉગ્રવાદીના મોત પણ થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને