ખરગોન/મોરેનાઃ મધ્ય પ્રદેશના ખરગોન અને મોરેના જિલ્લામાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત અને સાત ઘાયલ થયા હોવાના અહેવાલ મળે છે, એમ પોલીસે આજે જણાવ્યું હતું.
આ પણ વાંચો : રામકૃષ્ણ આશ્રમમાં પ્રદર્શન બન્યું હિંસક; પથ્થરમારામાં 5 લોકો ઘાયલ
ખરગોન કોતવાલી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર શ્રીરામ ભૂરિયાના જણાવ્યા અનુસાર આજે સવારે લગભગ ૭ વાગ્યે ખરગોન શહેરમાં પીડબ્લ્યૂડી ઓફિસ નજીક એક સ્પોર્ટ્સ યુટિલિટી વહીકલ(એસયુવી) અને એક વાન વચ્ચે ભીષણ ટક્કર થઇ હતી.
તેમણે કહ્યું હતું કે વાનમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જેની ઓળખ રામલાલ (૫૦) અને શોભારામ (૪૯) તરીકે થઇ છે. વાનમાં સવાર અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા. જ્યારે એસયુવીમાં એક વ્યક્તિ સવાર હતો.
પોલીસના જણાવ્યા અનુસાર અન્ય એક અકસ્માતમાં મોરેનામાં શનિવારે રાત્રે બે મોટરસાઇકલ વચ્ચેની અથડામણમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. સબલગઢ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના મોરેના જિલ્લા મુખ્યાલયથી લગભગ ૬૦ કિમી દૂર પીપલવાડી પોલીસ ચોકી પાસે બની હતી.
આ પણ વાંચો : હરિયાણામાં વિદ્યાર્થીઓએ શિક્ષિકાની ખુરશી નીચે બોમ્બ બ્લાસ્ટ કર્યો; યુટ્યુબ પરથી બોમ્બ બનાવતા શીખ્યા
તેમણે જણાવ્યું કે મોટરસાઇકલ સવાર બિશુ(૬૫) અને સચિન(૨૨)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે સંતોષ (૨૮) નામના એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સબલગઢની સરકારી હોસ્પિટલમાંથી મોરેનાની જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને