![rajkumar-rao-sanjay-mishra-neena-gupta-in-mahakumbh](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/rajkumar-rao-sanjay-mishra-neena-gupta-in-mahakumbh.webp)
પ્રયાગરાજઃ શુક્રવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં મોટી સંખ્યામાં સેલિબ્રિટીઝ પહોંચ્યા હતા. બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી નીના ગુપ્તા સહિત અનેક સેલિબ્રિટીઓએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. અનેક ફિલ્મ સ્ટાર પ્રયાગરાજ મહાકુંભની મુલાકાત લઈ રહ્યા છે અને આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. પ્રખ્યાત અભિનેતા રાજકુમાર રાવ અને તેમના પત્ની પત્રલેખા પણ મહાકુંભમાં પહોંચ્યા હતા. રાજકુમાર રાવે તેમણે પત્ની સાથે ગંગામાં પવિત્ર ડૂબકી લગાવી હતી. તેમણે પરમાર્થ આશ્રમના વડા સ્વામી ચિદાનંદની શિબિરમાં જઈને તેમના આશીર્વાદ પણ લીધા હતા.
રાજકુમાર રાવે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે સંગમમાં ડૂબકી લગાવીને હું ઘણો જ પવિત્ર અનુભવ કરું છું પત્રલેખા અને હું માતા ગંગાને સમર્પિત છીએ. હું મને બહુ જ ભાગ્યશાળી માનું છું. પવિત્ર ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવનાર સંજય મિશ્રાએ લોકોને અપીલ કરી હતી કે અહીં દરેક ખૂણે પોલીસ તૈનાત છે, જેના કારણે લોકો ભક્તો સુરક્ષિતતાનો અનુભવ કરે છે. તેમણે પ્રયાગરાજ માં આવતા લોકોને સ્વચ્છતા જાળવવાની પણ અપીલ કરી હતી. તેમની સાદગી જોઇ લોકો અચરજ પામી ગયા હતા.
Also read: મહાકુંભને લઈ ગુજરાત સરકારે વધુ 5 વૉલ્વો બસ શરૂ કરી, આજે સાંજથી કરી શકાશે બુકિંગ…
સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવામાં નીના ગુપ્તા પણ હતા. તેમણે જણાવ્યું હતું કે હું ઘણા સમયથી અહીં આવવાનો વિચારી રહી હતી. આખરે મને મોકો મળ્યો અને મેં આજે સંગમમાં ડૂબકી લગાવી. મેં મારા જીવનમાં આટલો મોટો મેળો ક્યારેય જોયો નથી. આવું સુંદર આયોજન કરવા બદલ હું સરકારનો આભાર માનું છું. મધુર ભંડારકરે જણાવ્યું હતું કે પ્રયાગરાજ આવીને તેમને ઘણું સારું લાગ્યું. અહીંના વાતાવરણમાં અદ્ભુત ઉર્જા છે. આવો ભવ્ય મેળો તેમણે પહેલા ક્યાંય જોયો નથી અને અહીંની વ્યવસ્થા પણ ખૂબ જ સરસ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને