મુંબઈ: વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિનો વિજય ‘બમ્પર લોકી ડ્રો’ છે, પણ ઈવીએમના ઉપયોગ પર શંકાનાં વાદળો અટકાયેલાં છે, એવું શિવસેના (યુબીટી)એ જણાવ્યું હતું. ‘ઈવીએમ હૈ તો મુમકીન હૈ,’ એમ શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં લખવામાં આવ્યું હતું.
એનસીપીના નેતા તટકરેએ મોદી-શાહ પર વ્યક્ત કર્યો વિશ્વાસ
અમેરિકાના અબજોપતિ ઈલોન મસ્કે તાજેતરમાં ભારતીય ચૂંટણીઓમાં મતોની ગણતરીની ઝડપની પ્રશંસા કરી હતી અને તેમના દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગણતરીની ગતિ સાથે વેગળી ગણી હતી. પણ સામાન્ય ભારતીયો ઈવીએમની કામગીરીથી મૂર્ખ બન્યાછે, એવું સામનામાં જણાવવામાં આવ્યું હતું. વધુમાં મસ્કે થોડા મહિના પહેલાં પોતે જ કહ્યું હતું કે ઈવીએમ હેક થઇ શકે છે.
શાસક મહાયુતિએ ૨૮૮માંથી ૨૩૦ બેઠકોનો આ ‘બમ્પર લકી ડ્રો’ કેવી રીતે જીત્યો? જવાબો શોધવા જાવ તો વિચાર ઈવીએમ પર જ અટકી જાય છે. મહારાષ્ટ્રમાં વપરાતા ઈવીએમનું ‘ગુજરાત-રાજસ્થાન કનેક્શન,’ ૯૫ મતવિસ્તારમાં ઈવીએમ દ્વારા ગણવામાં આવેલા મત અને અપાયેલા મત વચ્ચેની કથિત ગેરસમજ, ઈવીએમમાં વપરાતી બેટરીના ચાર્જિંગનું રહસ્ય અને ઘણી બાબતોએ ઈવીએમ કૌભાંડ અંગેની શંકાને મજબૂત બનાવે છે, એવું સામનામાં જણાવવામાં આવ્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને