BJP President J.P. Nadda and Home Minister Amit Shah reviewing the enactment    of BJP MPs FILE

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં 288 સીટ પર બુધવારે એક જ તબક્કામાં અને ઝારખંડમાં બીજા તબક્કામાં 38 સીટ પર મતદાન (Voting) થયું હતું. 23 નવેમ્બરે મત ગણતરી થશે. એક્ઝિટ પોલ અનુસાર મહારાષ્ટ્ર (Maharashtra Elections Results) અને ઝારખંડમાં (Jharkhand Election Results) ભાજપ ગઠબંધન સરકાર બની રહી છે. શુક્રવાર, 22 નવેમ્બરે ભારતીય જનતા પાર્ટીની એક મોટી બેઠક (BJP Meeting) યોજાવા જઈ રહી છે. બપોરે 12 વાગ્યાથી ભારતીય જનતા પાર્ટીના વિસ્તરણ કાર્યાલયમાં યોજાનાર ભાજપ સંગઠનની ચૂંટણી સંદર્ભે આ બેઠક યોજાશે.

આ પણ વાંચો ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલને ઝટકોઃ હાઈ કોર્ટે શું આપ્યો આદેશ, જાણો?

આ બેઠકની અધ્યક્ષતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (BJP President J P Nadda) કરશે. જેમાં ભાજપ શાસિત રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મંત્રી, રાજ્ય સંગઠનોના ચૂંટણી પ્રભારી, કેન્દ્રીય ચૂંટણી પ્રભારી અને અન્ય નેતાઓ હાજર રહેશે. ભાજપ અધ્યક્ષ 30 નવેમ્બર પહેલા પાયાના સ્તરની ચૂંટણીઓ યોજવા અંગે ચર્ચા કરશે અને અધિકારીઓ સાથે સંગઠનની ચૂંટણીની પ્રગતિની સમીક્ષા અને ચર્ચા કરશે.

સૂત્રોનું માનીએ તો, જાન્યુઆરી 2025માં ભાજપ અધ્યક્ષની ચૂંટણી કરાવી શકાય તે માટે રાજ્ય સ્તરીય સંગઠનની ચૂંટણી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માંગે છે. આ મહિનાના અંત સુધીમાં રાજ્યોએ બૂથ, જિલ્લા અને વિભાગીય પ્રમુખોની ચૂંટણી પૂર્ણ કરવાની છે. આ પછી 15 ડિસેમ્બર સુધીમાં અડધા રાજ્યોમાં નવા પ્રમુખની પસંદગી કરવામાં આવશે, ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.

આ પણ વાંચો : હવે ચંદીગઢ પર કોનું નિયંત્રણ? હરિયાણા-પંજાબ સરકાર વચ્ચે ઉપડ્યો નવો વિવાદ…

ભાજપને મળશે નવા અધ્યક્ષ

સક્રિય સભ્યોની નોંધણી માટે ઘણા રાજ્યોમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું હોવા છતાં, બ્લોક, બૂથ અને જિલ્લા પ્રમુખોની ચૂંટણી ટૂંક સમયમાં યોજાશે. આ પ્રક્રિયા 30 નવેમ્બર સુધીમાં અડધાથી વધુ રાજ્યોમાં પૂર્ણ થવી જોઈએ. 15 ડિસેમ્બર સુધીમાં તમામ રાજ્યોમાં પ્રમુખની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને