મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે દરેક પાર્ટીમાં ટિકિટ ન મળવાને કારણે નારાજ નેતાઓએ બળવો કર્યો હોવાના કિસ્સા બહાર આવ્યા છે, પણ આ સમસ્યાથી ભાજપ સૌથી વધુ પરેશાન છે. હવે પાર્ટીએ મહારાષ્ટ્રમાં મતદાન પહેલા આવા બળવાખોર ઉમેદવારો સામે મોટી કાર્યવાહી કરી છે.
ભાજપે અનુશાસનહીનતાનો આરોપ લગાવી 40 નેતાઓની હકાલપટ્ટી કરી છે. આ તમામ નેતાઓ વિધાનસભા મતવિસ્તારોમાં પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા હતા. મહાયુતિએ પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યા બાદ પાર્ટીએ આ કાર્યવાહી કરી છે.
Also read: ઝૂંપડાઓમાં કમર્શિયલ બાંધકામ પર પ્રોપર્ટી ટેક્સની યોજના ચૂંટણીઓને લીધે અધ્ધરતાલ
ઘણી બેઠકો પર ભાજપમાં બળવાખોરો પાર્ટી માટે મોટો પડકાર હતા. ટિકિટ ન મળવાથી નારાજ બળવાખોર નેતાઓમાં બે પૂર્વ સાંસદો પણ સામેલ હતા. નંદુરબારથી હીના ગાવિત અને જલગાંવથી એટી પાટીલ પાર્ટી માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા હતા. હીના ગાવિત 2014 અને 2019માં બે વખત નંદુરબારથી સાંસદ રહી ચૂક્યા છે.
2024ની લોકસભા ચૂંટણીમાં તે કોંગ્રેસના ગોવાલ પાડવી સામે હારી ગયા હતા, તેથી હવે વિધાન સભ્ય બનવા માંગતા હતા, પરંતુ ટિકિટ ન મળતાં તેઓ નારાજ થઈ ગયા હતા અને અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી હતી. એ.ટી. પાટીલની પણ આવી જ હાલત હતી. લોકસભા હાર્યા બાદ એ.ટી. પાટીલને પણ પાર્ટી તરફથી વિધાનસભામાં ટિકિટની આશા હતી, પરંતુ પાર્ટીએ બીજા કોઈને પોતાનો ઉમેદવાર બનાવ્યો તો તેઓ બળવાખોરી પર આવી ગયા હતા, તેથી તેમનું પત્તુ કાપવામાં આવ્યું હતું.
Also read: કોસ્ટલ રોડનો ૪૧૨ મેટ્રિક ટનના સ્પાનને ત્રણ કલાકમાં જોડાયો
ભાજપના ઘણા મોટા માથાીઓ આ વખતે અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે ઘણા બળવાખોરોને મનાવ્યા પણ તોય, રાજ્યમાં 30 સીટો પર ભાજપના બળવાખોરો સ્વતંત્ર ચૂંટણી લડી રહ્યા છે, જે પક્ષ માટે માથાનો દુખાવો છે. બળવાખોરો પાર્ટી માટે મોટો પડકાર બની ગયા છે. જોકે, બળવાખોરોનો મુદ્દો માત્ર ભાજપને જ પરેશાન કરી રહ્યો છે એવું નથી. એમવીએમાં ઉદ્ધવ ઠાકરે માટે પણ બળવાખોરો મોટો પડકાર છે.