Five years person  passed since the incidental  that started the governmental  earthquake successful  Maharashtra

મુંબઈઃ આજે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે. આ અલગ ચૂંટણી છે કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના જકીય સમીકરણો બદલાઈ ગયા છે, પરંતુ આજથી એક્ઝેટ પાંચ વર્ષ પહેલા આ નવા રાજકીય સમીકરણોની શરૂઆત થતા થતા રહી ગઈ હતી. મહારાષ્ટ્ર જ નહીં દેશના રાજકારણમાં યાદ રહી જાય એવી આ ઘટના એટલે સવાર સવારમાં એનસીપીના નેતા અજિત પવાર અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસની શપથ વિધિ.

શું થયું હતું આજની તારીખે 2019માં

મહારાષ્ટ્રની 13મી વિધાનસભાની ચૂંટણીના પરિણામો 24મી ઑક્ટોબર, 2019ના રોજ જાહેર થયા હતા અને તે સમયની યુતી ભાજપ-શિવસેનાને સ્પષ્ટ બહુમતી મળી હતી અને આરામથી સત્તા સ્થાપી શકાય તેમ હતી, પરંતુ મુખ્ય પ્રધાનપદ મામલે બન્ને વચ્ચેનો ખટરાગ વધી ગયો અને કૉંગ્રેસ-એનસીપીએ શિવસેના સાથે હાથ મિલાવી સત્તા સ્થાપવી કે કેમ તે અંગે ચર્ચાઓ શરૂ કરી દીધી. ચૂંટણી પછીનું આ રાજકીય નાટક લગભગ એકાદ મહિનો ચાલ્યું અને રાજ્યમાં સતત ગરમાયેલો માહોલ રહ્યો. આ બધાથી કંટાળી અજિત પવારે કાકા શરદ પવારના પક્ષ એનસીપીમાંથી બહાર નીકળી ભાજપ સાથે હાથ મિલાવવાનું નકકી કર્યું, જેની કોઈને ખબર પડી નહીં. ક્યો પક્ષ કોની સાથે આવશે તેવી અટકળોના ગરમાગરમ બજારમાં આજની તારીકે એટલે કે 23 નવેમ્બર, 2029ના રોજ સવારે આઠ વાગ્યે ભાજપના દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લઈ લીધા. ભાજપ અને એનસીપીના નેતાઓ પણ સવારની આ ખબરથી ચોંકી ગયા હતા. તત્કાલીન રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની હાજરીમાં રાજભવન ખાતે લેવાયેલા શપથના સમાચાર ટીવી-મોબાઈલમાં જોતા જ રાજકીય ભૂકંપ આવ્યો અને તમામ પક્ષોના હેડ ક્વાટર્ર બહાર મેળો જામ્યો હતો. ભાજપે લાડુ પણ વેચ્યા અને કૉંગ્રેસ-એનસીપીની ઓફિસોમાં માતમ છવાયો.


આ પણ વાંચો Wayanad by election: પ્રિયંકા ગાંધી વાયનાડમાં જીત મેળવી શકશે?, જાણો અપડેટ


જોકે કાકા શરદ પવારે બાજી પલટાવી નાખી અને માત્ર 80 કલાક જ આ સરકાર ચાલી. ભાજપ અને ફડણવીસ માટે આ અત્યંત ક્ષોભજનક સ્થિતિ હતી. ત્યારબાદ શિવસેના માટે યુતીમાંથી બહાર નીકળી કૉંગ્રેસ-એનસીપી સાથે હાથ મિલાવવાનું સરળ બન્યું અને ઠાકરેએ મુખ્ય પ્રધાનપદના શપથ લીધા.

આ ઘટનાને આજે જ પાંચ વર્ષ પૂરા થયા છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ આની ચર્ચા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને