મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની 288 બેઠક પર એક જ તબક્કામાં યોજાયેલું મતદાન એકદંરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. સવારના સાત વાગ્યાથી એકંદરે સુસ્ત રહેલું મતદાન સાંજના છેલ્લા બેથી કલાકમાં જોરદાર વધારો થયો હતો, તેમાંય વળી છેલ્લા બે કલાકમાં બંપર વોટિંગ થયું હતું. રાજ્યમાં ‘મહાયુતિ’ કે ‘મહાવિકાસ આઘાડી’ એમ બંને મહાગઠબંધન સરકાર બનાવવા માટે કમર કસી છે, પરંતુ વાસ્તવિક પરિણામો તો 23મીએ ખબર પડશે.
આ પણ વાંચો : Election Day: આયુષ્યની સદી વટાવી ચૂકેલા જૈફવયના મતદારો પહોંચ્યા મતદાન કેન્દ્રમથકે, લઈ લો પ્રેરણા…
રાજ્યમાં ગઢચિરોલીમાં સૌથી વધુ મતદાન થયું હતું, જ્યારે મુંબઈમાં સૌથી ઓછું મતદાન થયું હોવાનું ઈલેક્શન કમિશનના અહેવાલમાં જણાવ્યું હતું. પાંચ વાગ્યા સુધીમાં ગઢચિરોલીમાં 69 ટકા, ભંડારામાં 65.88 ટકા નોંધાયું છે, જ્યારે મુંબઈ સિટી અને મુંબઈ સબર્બનમાં અનુક્રમે 49.07 ટકા અને 51.76 ટકા મતદાન થયું છે, જ્યારે થાણેમાં પણ સૌથી ઓછું મતદાન થયું છે.
મહારાષ્ટ્રમાં હાલમાં સત્તાધારી મહાયુતિ (ભાજપ, એકનાથ શિંદે સેના, અજિત પવારની એનસીપી) આ ચૂંટણીમાં સત્તા જાળવી રાખવાના પ્રયાસોમાં છે, તો મહાવિકાસ આઘાડી પણ ભવ્ય વાપસીની આશા રાખી રહ્યો છે. નોંધનીય છે કે આ વખતે ચૂંટણી પ્રચારમાં ભાજપે ‘બંટેગેં તો કટેંગે’ અને ‘એક હે તો સેફ હૈ’ નો નારો આપ્યો હતો.
વિપક્ષી દળોએ એવો આક્ષેપ લગાવ્યો હતો કે મહાયુતિ ગઠબંધન આ સૂત્રો દ્વારા ધાર્મિક આધાર પર મતોના ધ્રુવીકરણનો પ્રયાસ કરી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી જીતવા માટે શાસક મહાયુતિએ એડીચોટીનો જોર લગાવી દીધું હતું. તેને કેન્દ્રીય નેતાઓ પણ રાજ્યમાં પ્રચારમાં જોડાયા હતા. સરકાર દ્વારા લોકહિતની ઘણી યોજનાઓ પણ રાજ્યમાં લાગુ કરવામાં આવી હતી. સાંજે પાંચ વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં જિલ્લાવાર મતદાનની ટકાવારી આ પ્રમાણે છે.
આ પણ વાંચો : નાશિકના વિધાનસભ્ય સુહાસ કાંડે સમીર ભુજબળના સમર્થકો વચ્ચે થઇ અથડામણ પછી…
અહમદનગર – 61.95 ટકા
અકોલા – 56.16 ટકા
અમરાવતી-58.48 ટકા
ઔરંગાબાદ- 60.83 ટકા
બીડ – 60.62 ટકા
ભંડારા – 65.88 ટકા
બુલઢાણા-62.84 ટકા
ચંદ્રપુર- 64.48 ટકા
ધુલે – 59.75 ટકા
ગઢચિરોલી-69.63 ટકા
ગોંદિયા -65.09 ટકા
હિંગોલી – 61.18 ટકા
જલગાંવ – 54.69 ટકા
જાલના- 64.17 ટકા
કોલ્હાપુર- 67.97 ટકા
લાતુર _ 61.43 ટકા
મુંબઈ શહેર- 49.07 ટકા
મુંબઈ ઉપનગર-51.76 ટકા
નાગપુર – 56.06 ટકા
નાંદેડ – 55.88 ટકા
નંદુરબાર- 63.72 ટકા
નાસિક – 59.85 ટકા
ઉસ્માનાબાદ – 58.59 ટકા
પાલઘર- 59.31 ટકા
પરભણી- 62.73 ટકા
પુણે – 54.09 ટકા
રાયગઢ – 61.01 ટકા
રત્નાગીરી- 60.35 ટકા
સાંગલી – 63.28 ટકા
સતારા – 64.16 ટકા
સિંધુદુર્ગ – 62.06 ટકા
સોલાપુર – 57.09 ટકા
થાણે – 49.76 ટકા
વર્ધા – 63.50 ટકા
વાશિમ-57.42 ટકા
યવતમાળ – 61.22 ટકા
રાયગઢ – 61.01 ટકા
રત્નાગીરી- 60.35 ટકા
સાંગલી – 63.28 ટકા
સતારા – 64.16 ટકા
સિંધુદુર્ગ – 62.06 ટકા
સોલાપુર – 57.09 ટકા
થાણે – 49.76 ટકા
વર્ધા – 63.50 ટકા
વાશિમ-57.42 ટકા
યવતમાળ – 61.22 ટકા
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને