ઑસ્કાર એવોર્ડ વિનર સંગીતકાર એ આર રહેમાનએ પત્ની સાયરા બાનો સાથે 29 વર્ષનું લગ્નજીવન પૂરું કરવાની જાહેરાત કરી છે. બન્નએ તલ્લાક લેવાનું નક્કી કર્યુ છે જ્યારે રહેમાનનું નામ તેની સાથી ગિટારિસ્ટ મોહિની ડે સાથે જોડવામાં આવી રહ્યું છે.
મોહિની ડેએ પણ તે જ દિવસે પોતાના છૂટાછેડાની જાહેરાત કરી હતી. આ સંયોગ છે કે શું તે ખબર નથી, પરંતુ પિતાનું નામ આ રીતે મોહિની સાથે જોડાતા પુત્ર અમીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને પિતાનું નામ આ રીતે ન જોડવા કહ્યું છે.
આ પણ વાંચો : જાણીતા સંગીતકાર એ આર રહેમાનના 29 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત, કરી મોટી જાહેરાત
અમીને લખ્યું છે કે મારા પિતા એક લેજન્ડરી મ્યુઝિશિયન છે અને માત્ર સંગીત ક્ષેત્રે નહીં, પરંતુ મૂલ્યોને જાળવી રાખવા માટે પણ જાણીતા છે. તેમના વિશે ખોટી અફવા ફેલાવતા નિરાશા થાય છે. તેમની પર્સનલ લાઈફને આ રીતે અપમાનીત કરી શકાય નહીં. આથી કોઈપણ અફવાને માનશો નહીં અને તેમાં જોડાશો નહીં.
બીજી બાજુ મોહિનીએ પણ ઈન્સ્ટા પર સ્ટોરી શેર કરી છે. તેમે લખ્યું છે કે મને ઈન્ટરવ્યુ માટે ઘણા કૉલ્સ આવે છે, પરંતુ મને ખબર છે કે આનું કારણ શું છે. આથી હું તેમને ના પાડી દઉ છું. મારી પ્રાઈવસીને માન આપો. આ પ્રકારની અફવાઓ માટે સમય ખર્ચવાની મારે જરૂર નથી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને