railway curate  inspects mumbai ahmedabad slug  bid     project PTI

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ મુંબઈથી અમદાવાદ વચ્ચે કલાકના 250થી 300 કિલોમીટરની ઝડપથી બુલેટ ટ્રેન દોડાવવાના પ્રકલ્પને ઝડપથી સાકાર કરવા માટે રેલવે પ્રશાસન કમર કસી છે ત્યારે રેલવે પ્રધાને આજે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ (બુલેટ ટ્રેન)ની ટનલ સહિત અન્ય કામગીરીનું પરીક્ષણ કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : કોલકાતા આરજી કર કેસ અંગે મહત્વના અપડેટ, આરોપી સંજય રોય દોષિત…

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના કામકાજ માટે ભારતીય રેલવેની સાથે રેલવે મંત્રાલય તેમ જ વિવિધ એજન્સી યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે, ત્યારે ઈલેક્ટ્રિફિકેશનના કામકાજના પ્રારંભ સાથે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પણ કામગીરીનું પરીક્ષણ કરતા રેલવે પ્રધાને પ્રસ્તાવિત પ્રોજેક્ટ નિર્ધારિત સમયગાળામાં પૂરો થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુંબઈમાં બીકેસી (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ), થાણે સહિત અન્ય સાઈટ ખાતે આજે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પરીક્ષણ કર્યું હતું. સાઈટની મુલાકાત વખતે રેલવે પ્રધાને કહ્યું હતું કે મુંબઈ સહિત બંને રાજ્ય (ગુજરાત અને મહારાષ્ટ્ર)માં બુલેટ ટ્રેનનું કામ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે. મુંબઈમાં બીકેસીમાં અંડરગ્રાઉન્ડ બુલેટ ટ્રેનના સ્ટેશન નિર્માણની સાથે ટનલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, જ્યાં રેલવે પ્રધાને ટનલ સાથે એડિશનલ ડ્રિવન ઈન્ટરમિડિયેટ ટનલ (એડીઆઈટી)નું પણ પરીક્ષણ કર્યું હતું.

ટનલમાંથી પસાર થશે એકસાથે બે બુલેટ ટ્રેન

મુંબઈ-અમદાવાદના કોરિડોરમાં મુંબઈ રેન્જમાં બીકેસી સાથેના સ્ટેશન નિર્માણ સાથે ટનલ નિર્માણનું કામ પણ પ્રગતિના પંથે છે. હાલમાં જે ટનલનું કામકાજ ચાલી રહ્યું છે તેની ડિઝાઈન પણ એકદમ આધુનિક છે. આ ટનલમાંથી એકસાથે બે ટ્રેન કલાકના 250 કિલોમટરની ઝડપથી પસાર થશે. આ જ ટલનમાંથી કલાકના 300 કિલોમીટરની ઝડપથી સિંગલ ટ્રેન પણ પસાર થવાની ક્ષમતા હશે. જોકે, આ ટનલમાં સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં વેન્ટિલેશન, લાઈટિંગ, સેફ્ટી પ્રિકોશન્સ સહિત અન્ય પરિબળને ધ્યાનમાં રાખીને ટનલનું નિર્માણ કર્યું છે.

340 કિલોમીટરનું કામકાજ પ્રગતિના પંથે છે

મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતે સૌથી પહેલું બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવામાં આવશે. આ સ્ટેશન એન્જિનિયરિંગ કામગીરી માટે એક મિસાલરુપ બનશે. હાલના તબક્કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના કોરિડોરનું લગભગ 340 કિલોમીટરનું કામ પ્રગતિના પંથે ચાલી રહ્યું છે, એમ રેલવે પ્રધાને જણાવ્યું હતું.

આ પણ વાંચો : હૈદરાબાદ મેટ્રોએ રચ્યો ગ્રીન કૉરિડોર, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો સફળ કિસ્સો

અહીં એ જણાવવાનું કે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનના હસ્તકે છે, જેમાં પ્રોજેક્ટ પૂરો થયા પછી મુંબઈથી અમદાવાદ વચ્ચે બેથી ત્રણ કલાકમાં પહોંચી શકાશે. અમદાવાદમાં સાબરમતી ખાતે ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને