Gold worthy  Rs 2.10 crore seized from 3  passengers astatine  Mumbai airport

મુંબઈ: કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેજિન્સ યુનિટે (એઆઇયુ) મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શુક્રવાર અને શનિવારે ત્રણ પ્રવાસી પાસેથી દાણચોરીનું 2.10 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

એઆઇયુના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે 2.250 કિલોગ્રામ સોનું પકડી પાડ્યું હતું, જે એરક્રાફ્ટની સીટ નીચે છુપાવવામાં આવ્યું હતું. આ પ્રકરણે પ્રવાસીની ધરપકડ કરવામાં આવી હતી.

આપણ વાંચો: Surat એરપોર્ટ બન્યું દાણચોરીનું બીજું હબ, એક વર્ષમાં આટલા કરોડની દાણચોરી ઝડપાઇ

દરમિયાન અન્ય બે કેસમાં દુબઇ અને દોહાથી આવેલા બે પ્રવાસીને એરપોર્ટ પર શંકાને આધારે આંતરવામાં આવ્યા હતા અને તેમની પાસેથી 49.79 લાખ રૂપિયાની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. બંને પ્રવાસી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને