Meghraja's abrupt  quality  successful  Mumbai spoiled the temper  of the players IMAGE SOURCE - Mumbai Buzz: Top Headlines & Latest News

મુંબઈઃ મુંબઈ સહિત પરાના વિસ્તારમાં આજે અચાનક આવેલા વરસાદે ખેલૈયાઓની મોજ બગાડી હતી. અચાનક અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો, જ્યારે અમુક યૂઝરે તેની સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, અમુક યૂઝરે ઓક્ટોબર હીટ વેવની ગરમી વચ્ચે પર વરસાદ પડવાથી ખુશી વ્યક્ત કરી હતી.

રવિવારે દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ભેજ અને ગરમીનું પ્રમાણ વધારે રહેવાથી લોકોએ ગરમીથી શેકાયા હતા, પરંતુ સાંજ પછી વાતાવરણમાં પલટા પછી અમુક વિસ્તારોમાં વરસાદને કારણે નવરાત્રીમાં ભંગ પડ્યો હતો. દક્ષિણ મુંબઈમાં ફોર્ટ, લોઅર પરેલ સહિત અન્ય વિસ્તારોમાં વરસાદને કારણે ગરમીમાંથી છૂટકારો મળ્યો હતો.

મુંબઈમાં અચાનક પડેલા વરસાદ અંગે અમુક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી, જ્યારે અમુક લોકોએ સોશિયલ મીડિયા પર ટીખળ કરી હતી. એક યૂઝરે તો એટલે સુધી લખ્યું હતું કે ગરબા ગર્લ્સ બી લાઈક પરી હું મૈં, આતા ઘરી હું મૈં…
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી બેથી ત્રણ કલાકમાં મુંબઈ, નવી મુંબઈ, પનવેલમાં હળવો વરસાદ પડી શકે છે. મુંબઈમાં દિવસ દરમિયાન સરેરાશ તાપમાનનો પારો 34 ડિગ્રીની આસપાસ રહ્યો હતો, જ્યારે મિનિમમ તાપમાન 26 ડિગ્રી રહ્યું હતું, પરંતુ આવતીકાલે તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થઈ શકે છે, એનાથી વિપરીત મહાબળેશ્વરમાં 20 ડિગ્રીથી તાપમાન નીચું રહ્યું હતું.