મુંબઈઃ દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારેની મહાયુતી જંગી પરિણામ સાથે ચૂંટણી જીતી છે, પરંતુ સત્તા સ્થાપવામાં આવચી અડચણો દિવસે દિવસે વાતાવરણ ડોળી રહી છે. હવે પરિણામો બાદ રાજ્યમાં નવી સરકાર ક્યારે સ્થપાશે અને રાજ્યના મુખ્યપ્રધાન પદ પર કોણ બિરાજમાન થશે, તેના પર સામાન્ય લોકો અને રાજકીય વર્તુળોની નજર છે.
એક તરફ શિવસેના અને ભાજપ મુખ્ય પ્રધાનપદ મામલે સહમત થઈ રહ્યા નથી. બનને વચ્ચેની ગૂંચવણો વધતી જાય છે. કેન્દીય નેતાગીરી અને રાજ્યના નેતાઓ દિવસરાત ઉકેલ કાઢવાની દોડાદોડીમાં પડ્યા છે, પરંતુ તેમની સામે માત્ર આ એક સમસ્યા નથી.
સૂત્રોનું માનીએ તો ત્રણેય પક્ષ વચ્ચે અન્ય ઘણી બાબતોએ સમન્વય સધાતો નથી. મુખ્ય પ્રધાપદ સિવાયના પ્રધાનમંડળમાં કોને કેટલો હિસ્સો તે અંગે ચર્ચા ચાલી રહી છે. આ સાથે ગ્રામીણ ભાગોમાં વર્ચસ્વ જમાવવા માટે નેતાઓ વચ્ચે પાલક પ્રધાનપદ માટે પણ ખેંચતાણ ચાલી રહી છે.
Also read: દેવેન્દ્ર ફડણવીસ ફરી બનશે મુખ્ય પ્રધાન?
રાજ્યના ગ્રામીણ રાજકારણ પર પોતાની પકડ મજબૂત કરવા માટે ત્રણેય પક્ષો વચ્ચે મુખ્યત્વે બીડ, પુણે, નાશિક, રાયગઢ, નંદુરબાર, રત્નાગીરી રાજ્યમાં પાલક પ્રધાનોના પદ માટે ખેંચતાણ ચાલુ છે. જ્યારે અજિત પવારનો મહાયુતિમાં સમાવેશ કરવામાં આવ્યો, ત્યારે પૂણે, બીડ અને અન્ય મતવિસ્તારો/જિલ્લાઓમાં પાલક પ્રધાન પદ માટેની તેમની મજબૂત દાવેદારી છે, પરંતુ બીજા પક્ષોને તે મંજૂર નથી.
મહત્વની વાત એ છે કે આ વિધાનસભાની ચૂંટણીમાં મળેલી સફળતા બાદ કાર્યકરોને સૂચના આપવામાં આવી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મહાયુતિ દ્વારા જ લડવામાં આવશે અને તે માટે ભાજપે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પાર્શ્વભૂમિમાં પાલકપ્રધાન પદ કોના હાથમાં જાય છે તે જોવું અગત્યનું રહેશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને