ભાવનગર: આજના યુગમાં સમાજની વ્યવસ્થામાં ભંગાણ પડી રહ્યા છે, સયુંકત કુટુંબોની પરંપરા આજે ભાંગી રહી છે અને વિભક્ત કુટુંબો થઈ રહ્યા છે. પરિવારના સભ્યો વચ્ચે મોબાઈલ કલ્ચરને કારણે સંવાદનો અભાવ છે ત્યારે “મૂલ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ” આ સંદેશ સાથે બાળકોમાં માતા-પિતા અને સમાજ પ્રત્યેની ફરજ અંગેનું મૂલ્ય પ્રસ્થાપિત થાય તે હેતુથી ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજે 1500 બાળકો દ્વારા માતા-પિતાના પૂજન અને વંદનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પણ વાંચો : ભાવનગરના મહુવાના યુવકે કંકોતરીમાં છપાવ્યો ‘બટોંગે તો કટોગે’નો નારો, વાયરલ થયું મેરેજ કાર્ડ…
1500 બાળકો દ્વારા માતા – પિતાના પૂજન
ભાવનગરની સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજે ધો.1થી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રોકત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. આજે તારીખ 30 નવેમ્બરને શનિવારે સવારે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “મૂલ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ” આ સંદેશ સાથે બાળકોમાં માતા-પિતા અને સમાજ પ્રત્યેની ફરજ અંગેનું મૂલ્ય પ્રસ્થાપિત થાય તે હેતુથી આજે 1500 બાળકો દ્વારા માતા – પિતાના પૂજન અને વંદનનો કાર્યક્રમ યોજાયો હતો.
જીતુ વાઘાણી પણ વાલી તરીકે જોડાયા
હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાનનો ઉપક્રમ પણ આ કાર્યક્રમ સાથે જોડાયેલો હતો. આ કાર્યક્રમમાં સંતો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. HSSFના પ્રાંતની કોર કમિટીના સદસ્ય અર્ચિતભાઈ ભટ્ટ તથા સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક પરેશ ત્રિવેદી ઉપસ્થિત રહેલ. તે સિવાય શહેરના બંને ધારાસભ્યો જીતુભાઇ વાઘાણી અને સેજલબેન પંડ્યા પણ એક વાલી તરીકે જોડાયા હતા.
આ પણ વાંચો : ભાવનગર ભીંજાયું અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો, દશ્યો જોઈને આંખો ઠરશે
માતૃપિતૃ વંદના કાર્યક્રમમાં વિવિધ વિષયોની પ્રસ્તુતિ
સમાજમાં અત્યારે વિભક્ત કુટુંબો થઈ રહ્યા છે અને કુટુંબના સભ્યો વચ્ચે પણ મોબાઈલ કલ્ચરને કારણે સંવાદનો અભાવ છે ત્યારે આવા માતૃ પિતૃ વંદનના કાર્યક્રમથી અને તે પ્રકારના વાતાવરણથી વિદ્યાર્થીઓમાં વિશેષ ભાવના ઉત્પન્ન કરી શકાય તે હેતુથી HSSFનાં સિદ્ધાંતો પૈકીના એકનો આ કાર્યક્રમમાં પ્રગટીકરણ થયું. “મા બાપ ને ભૂલશો નહિ” જેવા વિવિધ ભાવવાહી ગીતો પણ સંગીત સાથે પ્રસ્તુત થયા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને