ફોકસ – વિવેક કુમાર
સામાન્ય રીતે કોઇ પણ ફેશન ટે્રન્ડ એક બે વર્ષ સુધી ટોપ પર રહે છે. ત્યારબાદ ધીમે ધીમે તેનો ક્રેઝ ઘટવા લાગે છે. પરંતુ સ્માર્ટ વોચ કોવિડ-19 દરમિયાન ભારતીય યુવાઓ માટે જ નહીં દુનિયાભરના યુવાઓ વચ્ચે ફેશન એક્સેસરીઝનો હિસ્સો બની અને આજે પણ તેનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આવું થાય પણ કેમ નહીં? સ્માર્ટ વોચ વાસ્તવમાં ટેકનિક અને આકર્ષક ફેશનનું એક સફળ મિશ્રણ છે. જે સુંદર દેખાવાની સાથે સાથે ખૂબ ઉપયોગી પણ છે. આ કારણ છે કે પાંચ વર્ષ પસાર થયા બાદ પણ 2025ના જાન્યુઆરી મહિનામાં આ હિંદુસ્તાનના યુવાઓની ફેન એક્સેસરીઝ નંબર એક પણ યથાવત છે. આવો જાણીએ કે આખરે સ્માર્ટ વોચમાં સ્માર્ટનેસ શું છે અને તેનો યુવાઓમાં આટલો બધો ક્રેઝ કેમ છે?
સ્માર્ટ વોચની `સ્માર્ટનેસ’
-વાસ્તવમાં સ્માર્ટ વોચ એક ડિજિટલ ઘડિયાળ છે. જે સમય તો બતાવે છે પરંતુ સમય બતાવવાથી વધુ તેમાં અન્ય સ્માર્ટ ફીચર્સ પણ છે.-સ્માર્ટ વોચ આપણા `હાર્ટ રેટ’ મોનિટરિગ કરે છે. જેનાથી તમને પળે પળે ખ્યાલ આવે છે કે તમારા હાર્ટબીટ અનિયંત્રિત તો થઇ રહ્યા નથી ને.- સ્માર્ટ વોચ બ્લડ ઓક્સિજન લેવલ પણ બતાવે છે. કોરોના દરમિયાન સૌથી મોટો ડર લોકોમાં બ્લડ ઓક્સિજન દર ઘટવાનો હતો. ત્યારે એવી અનેક ડિવાઇસ રાતોરાત બજારમાં આવી ગઇ હતી જેનાથી તમે તમારા લોહીમાં રહેલા ઓક્સિજનનો દર માપી શકો છો. સ્માર્ટ વોચ કાંડા પર બાંધી હોવાના કારણે પળે પળની માહિતી મળતી રહે છે.
સ્માર્ટ વોચમાં સૌથી વધુ જો કોઇ સ્માર્ટનેસનું ફીચર છે તો તે `સ્ટેપ કાઉન્ટિંગ’ અને કેલેરી બર્નનું ફીચર છે. મેદસ્વિતાથી પરેશાન અને કેલેરી કાઉન્ટિંગના ક્રેઝી યુવાઓ તેને પહેરીને તમામ સમયે આ અપડેટ મેળવતાં રહે છે અને તેઓ આજનો દિવસ કેટલા સ્ટેપ ચાલ્યા છે અને તેનાથી કેટલી કેલેરી બર્ન થઇ છે. -સ્માર્ટ વોચમાં એક જોરદાર ફીચર છે. તેમનું વર્કઆઉટ નોટ્સ જેમ કે રનિંગ, યોગા, સાઇકલિંગથી આપણને કેટલો ફાયદો થઇ રહ્યો છે. આપણે કેટલી કેલેરી બર્ન કરી રહ્યા છીએ. તેની જાણ ખૂબ સરળતાથી સ્માર્ટ વોચ મારફતે આપણને થાય છે.
નોટિફિકેશન એલર્ટ
આ મોબાઇલ અને ઇન્ટરનેટના યુગમાં કોઇ પણ ડિવાઇસ ત્યાં સુધી સૌથી વધુ ઉપયોગી નથી જ્યાં સુધી તેમાં નોટિફિકેશન એલર્ટ ન હોય. સ્માર્ટ વોચમાં કોલ, મેસેજ અને સોશિયલ મીડિયા નોટિફિકેશન પણ જોવાની સુવિધા હોય છે. સાથે સાથે તેની મારફતે તમે કોઇનો ફોન ઉઠાવી શકો છો અથવા રિજેક્ટ કરી શકો છો. આ ફીચર્સ ખૂબ સ્માર્ટ ફિચર્સ છે. આ એક સાથે ફોન, મેઇલ અને ફેસબુકની જરૂરિયાતોને પૂરી કરે છે. એટલા માટે સ્માર્ટ વોચ આજના સ્માર્ટ યુવાઓ વચ્ચે ખૂબ ઝડપથી લોકપ્રિય થઇ રહી છે.
પર્સનલ આસિસ્ટન્ટ
સ્માર્ટ વોચમાં એઆઇ ક્નટ્રોલ ગૂગલ આસિસ્ટન્ટ સર્વિસ પણ મળે છે. તમે એલેક્સા જેવી ડિવાઇસિસને સ્માર્ટ વોચથી કમાન્ડ આપી શકો છો અને હા સ્માર્ટ વોચમાં અનેક પ્રકારના રિમાઇન્ડર્સ હોય છે. જે તમને કોઇ ખાસ તારીખ યાદ અપાવી શકે છે. તે તારીખના વિશેષ મહત્ત્વને ઇમેજના રૂપમાં ફ્લેશ કરી શકે છે. અનેક પ્રકારના અવાજ અને યાદગાર અવાજોના રૂપમાં પણ તમને રિમાઇન્ડ કરાવી શકે છે. એટલું જ નહીં તેનું રિમાઇન્ડ કરાવવાનું વાસ્તવિક તારીખ અગાઉ શરૂ થઇ જાય છે અને તારીખ આવવા પર જ્યાં સુધી તમે તેને જોઇ લીધું છે તેવો કમાન્ડ આપશો નહી ત્યાં સુધી તમને યાદ અપાવતું રહેશે. વાસ્તવમાં તેમાં કેલેન્ડર એલર્ટ પણ છે. કોઇ પણ ખાસ દિવસ આવતાના બે દિવસ અગાઉ તે દિવસને લઇને તમારા માટે જે વિશેષ મહત્ત્વ છે તેની યાદ અપાવશે. કેલેન્ડરના પ્રમુખ દિવસો, તારીખો અને મહત્ત્વપૂર્ણ તહેવારોની પણ યાદ અપાવશે. કદાચ કોઇ સાધારણ આસિસ્ટન્ટ કોઇ પણ માટે આટલો ઉપયોગી નહીં હોય જેટલો આજની તારીખમાં આ સ્માર્ટ વોચ છે.
અન્ય સ્માર્ટ ફીચર્સ
ઉપર જણાવેલા મહત્ત્વપૂર્ણ ફીચર્સની સાથે સાથે સ્માર્ટ વોચમાં મ્યુઝિક ક્નટ્રોલ, કેમેરા રિમોટ, જીપીએસ અને નેવિગેશનની સુવિધા સાથે સાથે આજકાલ કેટલાક સ્માર્ટ વોચમાં ડિજિટલ પેમેન્ટ્સની પણ સુવિધા છે. આ સ્માર્ટ વોચમાં એનએફસી પેમેન્ટ્સનો ઓપ્શન રહે છે. આજકાલના યુવાઓને મ્યુઝિક પસંદ હોય છે અને તેનાથી તેઓ એક પ્રકારની પ્રાઇવેસી જાળવે છે. તેમાં મ્યુઝિક ક્નટ્રોલનું ફીચર પણ હોય છે. આ ફાયદો કે સ્માર્ટ સુવિધા કેમેરા રિમોટથી પણ ચાલે છે. જીપીએસ અને નેવિગેશનની સુવિધાઓ તેમને કોઇ પણ અજાણ્યા રસ્તા પર જતા અટકાવે છે.
તેના અન્ય ફાયદાઓ
આ સ્માર્ટ વોચમાં એ તમામ સુવિધાઓ તો છે જેનો ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે સાથે તે વોટરપ્રૂફ અને ખૂબ સ્ટાઇલિશ ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં બેટરી ઓપ્ટીમાઇઝ પણ સુવિધા છે અને આજકાલ એવી સ્માર્ટ વોચ પણ આવે છે જે મહિનામાં એક જ વખત ચાર્જ કરવી પડે છે. આ કારણ છે કે આજકાલના યુવાઓ સ્માર્ટ વોચના દીવાના છે.
ભારતમાં જ નહીં દુનિયાભરમાં છે ક્રેઝ
આ સ્માર્ટ વોચનો જાદૂ ફક્ત ભારતીય યુવાઓમાં જ નથી પરંતુ આખી દુનિયામાં તેનો ક્રેઝ છે. કદાચ એટલા માટે કારણ કે સ્માર્ટ વોચ ફક્ત ઘડિયાળના રૂપમાં સ્માર્ટ નથી પરંતુ આ યુવાઓની આખી લાઇફસ્ટાઇલને ખૂબ સ્માર્ટ રીતે નિયંત્રિત કરે છે. આ યુવાઓના સ્માર્ટફોન સાથે જોડાઇને તેમની લાઇફસ્ટાઇલને ખૂબ સરળ અને ઝડપી બનાવી દે છે. હા ફેશન સ્ટેટમેન્ટ તો છે. શહેરી યુવાઓ ટેકનોલોજીને લઇને ખૂબ ક્રેઝી હોય છે અને સ્માર્ટ વોચમાં તો આકર્ષક ટેકનોલોજીની સાથે સાથે ખૂબ સુંદર ડિઝાઇન પણ છે. આ કારણ છે કે ભારત જ નહીં અમેરિકા, બ્રિટન, જાપાન અને ચીનના યુવાઓમાં તેનો ક્રેઝ છે. આજે આ ગ્લોબલ ટે્રડનો હિસ્સો છે. કદાચ તેની તાકાતને જોતા દુનિયાની તમામ સારી `બ્રાન્ડ્સ બિલ્ડિંગ’ કંપનીઓ, જેમ કે એપ્પલ, સેમસંગ તેને બનાવી રહી છે. કુલ મળીને સુવિધા, સુંદરતા અને સ્માર્ટનેસ આ ત્રણ એવી બાબતો છે જેના કારણે ભારત જ નહીં આખી દુનિયાના યુવાઓ વચ્ચે સ્માર્ટ વોચનો જબરદસ્ત ક્રેઝ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને