રણને તરસ ગુલાબની છે, પણ…

2 hours ago 1

થિયેટરો પરનો પ્રતિબંધ ઉઠાવી વૈશ્ર્વિક ફિલ્મોને ઈજન આપતી સાઉદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી રૂઢિવાદી વલણ અપનાવી હિન્દી તેમજ અન્ય ફિલ્મો પર પ્રતિબંધ મૂકે છે ત્યારે… કવર સ્ટોરી – હેમા શાસ્ત્રીસાઉદી અરેબિયા એટલે જગત આખાને પેટ્રોલિયમ-પેટ્રોલિયમ પ્રોડક્ટ્કસ પૂરો પાડતો અને રણપ્રદેશ ધરાવતો રૂઢિચુસ્ત દેશ એવી ઈમેજ કેટલાંય વર્ષોથી છે.

જોકે, સાઉદીના રાજા અબ્દુલ અઝીઝ અલ – સાઉદના અવસાન પછી સત્તાનો દોર મોહમ્મદ બિન સલમાને સંભાળ્યા બાદ છેલ્લા છ વર્ષમાં સાઉદી અરેબિયામાં પરિવર્તનનો પવન ફૂંકાવાની શરૂઆત થઈ. એ દિશામાં પ્રથમ પગલાં તરીકે ૧૯૮૩થી ૨૦૧૭ દરમિયાન બંધ રહેલાં સિનેમા ઘરો (થિયેટર્સ) ૨૦૧૮માં એક પછી એક શરૂ કરવામાં આવ્યાં. ફિલ્મ નિર્માણ અને એના પ્રદર્શનમાં તેજી લાવી સાઉદી અરેબિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલિવૂડ જેવું ધોરણ અપનાવી ‘સાઉદીવૂડ’ બનવાના અભરખા ધરાવે છે. વૈશ્ર્વિક ફિલ્મોને આમંત્રણ આપે છે.

૩૫ વર્ષના સાંસ્કૃતિક સન્યાસ પછી થિયેટરમાં દર્શાવવામાં આવેલી પહેલી ફિલ્મ હતી માર્વેલ કોમિક્સ પર આધારિત સુપરહીરો ફિલ્મ ‘બ્લેક પેન્થર’. જોકે, આ ફિલ્મ પર સેન્સરની કાતર ચાલી અને બે પાત્ર કિસ કરી રહ્યા છે એવો ૪૦ સેક્ધડનો સીન દૂર કરવામાં આવ્યો હતો. છેલ્લાં છ વર્ષમાં ડઝનેક ફિલ્મોની રિલીઝ અટકાવવામાં આવી છે. સાઉદી અરેબિયામાં હિન્દી ફિલ્મો માટે વિશેષ પ્રીતિ છે.

એમાંય, શાહરૂખ ખાનની ‘જવાન’ને જબરદસ્ત આવકાર મળ્યો હતો અને એની ‘ડંકી’ ફિલ્મનું અમુક શૂટિંગ પણ સાઉદીમાં જ કરવામાં આવ્યું હતું. બીજી તરફ, તાજેતરમાં બે હિન્દી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેન’ ફિલ્મ ‘ધાર્મિક સંઘર્ષ’ના કારણસર અને અનીસ બઝમીની ‘ભૂલભૂલૈયા ૩’ સામે હોમોસેક્સ્ સાઉદી અરેબિયા ફિલ્મ મેકિંગમાં પાંખો ફેલાવવા માગે છે પણ કેટલી ઊંચાઈએ ઉડવું એ પણ સરકાર જ નક્કી કરે એવી પરિસ્થિતિ છે.

રણને તરસ ગુલાબની છે, પણ ગુલાબના રૂપરંગ વિશે મર્યાદા નક્કી કરવામાં આવી છે.સાઉદીમાં રિલીઝ થયેલી પ્રથમ ભારતીય ફિલ્મ હતી રજનીકાંતની ‘કાલા’ જે થિયેટરો શરૂ થયા એના ટૂંક સમયમાં જ પ્રદર્શિત કરવામાં આવી હતી. પ્રતિબંધનો ગાળિયો ૨૦૨૧ની અક્ષય કુમારની ‘બેલ બોટમ’ ફરતે પણ ભરાયો હતો. ઐતિહાસિક તથ્યો સાથે ચેડાં કરવાનો આક્ષેપ મૂકી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ૧૯૮૪માં હાઇજેક કરવામાં આવેલા ભારતીય વિમાન અને ઉતારુઓને મુક્ત કરવામાં યુએઈના સંરક્ષણ પ્રધાન અને એમના અધિકારીઓએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. જ્યારે ફિલ્મમાં એ શ્રેય ભારતીય ગુપ્તચર સંસ્થાને આપવામાં આવ્યો હોવાથી એના પર મનાઈ હુકમ ફટકારમાં આવ્યો હતો. ૨૦૨૨ની તેલુગુ ફિલ્મ ‘સીતા રામમ’ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડે છે એવા કારણસર સાઉદીમાં રિલીઝ નહોતી કરવા દેવામાં આવી. આ ઉપરાંત દેશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતી તેમજ મામૂલી કિસિંગ સીન ધરાવતી અને ગે અથવા લેસ્બિયન પાત્રો હોય એવી ફિલ્મો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સ્ટિવન સ્પીલબર્ગની ‘વેસ્ટસાઇડ સ્ટોરી’ તો એમાં તૃતીયપંથી (ટ્રાન્સજેન્ડર) પાત્ર હોવાના કારણે રજૂઆત પર રોક લાગી હતી. વાતો ઓપન સોસાયટીની થાય છે પણ એ ઓપનનેસ – મુક્ત વિચારસરણી કેવી એની વ્યાખ્યા પણ સરકાર જ કરે એવી હાલત છે.ઉલટી ગંગા સાઉદી ફિલ્મમેકર અબ્દુલ્લા અલ ઈયાફે ૨૦૦૬માં ‘સિનેમા ૫૦૦ કિલોમીટર’ નામની ડોક્યુમેન્ટરી બનાવી હતી. ફિલ્મમાં રિયાદ (સાઉદી અરેબિયાની રાજધાની)નો એક રહેવાસી માત્ર એક ફિલ્મ જોવા માટે ૫૦૦ કિલોમીટર પ્રવાસ કરી બેહરીન જાય છે.

એનું ચિત્રણ કરી સાઉદીના સિને રસિકોને ફિલ્મ જોવાનો શોખ પૂરો કરવા પાડોશી દેશમાં લાંબા થવું પડતું હતું. એ વિશે રજૂઆત કરવામાં આવી હતી. ફિલ્મમેકરના કહેવા અનુસાર બેહરીનમાં ફિલ્મ જોતા ૯૦ ટકા દર્શકો સાઉદી અરેબિયાના હતા. વસ્તુસ્થિતિ એ હતી કે ઘરમાં ડીવીડી પ્લેયર પર ફિલ્મો જોતા સાઉદી સિને રસિકો થિયેટરમાં બેસી ફિલ્મ માણવાનો લહાવો લેવા માગતા હોય તો બેહરીન ઉપરાંત એમની પાસે બીજો વિકલ્પ હતો યુએઈ (યુનાઇટેડ અરબ એમિરેટ્સ – અબુધાબી, દુબઈ, શારજાહ સહિત સાત અમિરાતનો સમૂહ દેશ). એ ઘટનાના દોઢ દાયકા પછી પરિસ્થિતિએ યુ- ટર્ન લીધો છે.

૨૦૧૭ના અંતમાં સાઉદી અરેબિયામાં થિયેટરમાં ફિલ્મ પ્રદર્શન પર લાદવામાં આવેલો ૩૫ વર્ષ જૂનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યા બાદ આજની તારીખમાં સાઉદી અરેબિયાની ફિલ્મ ઈન્ડસ્ટ્રી ધમધમી રહી છે. દેશના લગભગ શહેરમાં મલ્ટીપ્લેક્સ ઊઘડી રહ્યાં છે. પરિણામે મોટા પડદા પર ફિલ્મ જોવાની તાલાવેલી લાગી તો હવે પાડોશી દેશમાં દોડવું નથી પડતું. સંજોગો એ હદે બદલાયા છે કે હવે પાડોશી દેશોમાં સિનેમા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હોવાથી એ લોકો ફિલ્મ જોવા સાઉદી અરેબિયા દોડી જાય છે.

ટૂંકમાં મહેમાન યજમાન અને યજમાન મહેમાન બની ગયા છે.ગયા વર્ષે બોક્સ ઓફિસ પર ટંકશાળ સાબિત થયેલી વોર્નર બ્રધર્સની ‘બાર્બી’ ફિલ્મના પ્રદર્શન પર કુવૈતમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ‘કુવૈતની જનતા અને સમાજ માટે અઘટિત કહેવાય એવી વિચારધારા અને માન્યતાને ફિલ્મમાં ઉત્તેજન આપવામાં આવ્યું છે તેમજ સામાજિક મૂલ્યોનું પતન થાય છે’ એવા કારણસર ફિલ્મ પ્રદર્શિત નહોતી કરવા દેવામાં આવી. જોકે, સાઉદીમાં ફિલ્મ રિલીઝ થઈ અને દેશી દર્શકો ઉપરાંત કુવૈત અને લેબેનોન જેવા પાડોશી દેશમાંથી એટલા દર્શકો દોડી આવ્યા કે અમુક થિયેટરમાં તો એક દિવસમાં ૧૦ શો રાખવામાં આવ્યા હતા. ૨૦૧૮ સુધી ફિલ્મ પ્રદર્શન બાબતે કોરાધાકોર રહેલા સાઉદીએ છેલ્લાં છ વર્ષમાં સિનેમાને લઈને કેવી હરણફાળ ભરી છે એ આના પરથી સમજાય છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article