Russia launches unsafe  ICBM rocket  astatine  Ukraine, utilized  for the archetypal  clip  successful  war Image Source: The Guardian

Russia Ukraine Conflict: રશિયા-યુક્રેન યુદ્ધને (Russia-Ukraine War) 1000 દિવસ થવા આવ્યા છે. આ યુદ્ધ ક્યારે અટકશે તેની કોઈને ખબર નથી. બંને દેશો એકબીજા પર સતત હુમલા કરી રહ્યા છે. રશિયાએ યુક્રેનના Dnipro શહેર પર 21 નવેમ્બરની સવારે 5 થી 7 વાગ્યા વચ્ચે ICBM મિસાઈલથી હુમલો કર્યો હતો. આ જંગમાં પ્રથમ વખત ઈન્ટરકોન્ટીનેંટ બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. રશિયાએ RS-26 Rubezh મિસાઈલથી હુમલો કર્યો હતો. જેને અસ્ત્રાખાન વિસ્તારથી છોડવામાં આવી હતી.

આ પણ વાંચો: રશિયાએ યુક્રેનના પાવર ગ્રીડ પર કર્યો હુમલો, સાતના મોત

યુક્રેનની વાયુસેનાએ આ હુમલાની પુષ્ટિ કરી છે. આ મિસાઈલ ઉપરાંત કિંજલ હાઇપરસોનિક અને કેએચ-101 ક્રૂઝ મિસાઇલનોથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેનની વાયુસેનાએ તેમની મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ, ઈમારતોને નુકસાન પહોંચ્યાની પુષ્ટિ કરી છે. આ હુમલામાં બિન પરમાણુ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Russia launches unsafe  ICBM rocket  astatine  Ukraine, utilized  for the archetypal  clip  successful  warImage X station of AFP

ક્રૂઝ મિસાઈલ છોડતાં પહેલા રશિયાએ તેની લાંબા અંતરની Tu-95MSનો ઉપયોગ કર્યો હતો. કિંજલ હાઇપરસોનિક મિસાઈલને તામ્બોવ વિસ્તારમાંથી ઉડેલા ફાઈટર જેટથી છોડવામાં આવી હતી. આ દરમિયાન રશિયા તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તેની હવાઇ ડિફેંસ સિસ્ટમે બે બ્રિટિશ સ્ટોર્મ શેડો મિસાઇલને તોડી પાડી હતી. આ મિસાઈલ યુક્રેન તરફથી છોડવામાં આવી હતી. પ્રથમ વખત યુક્રેન આ મિસાઇલનો ઉપયોગ રશિયા સામે કર્યો હતો. યુક્રેનના ઈન્ટેલિજેંસે દાવો કર્યો કે, રશિયાની સેના તેની ઈન્ટરકોન્ટીનેંટલ બેલાસ્ટિક મિસાઈલ RS-26 Rubezh છોડવાની તૈયારીમાં છે. આ મિસાઈલ કપુસ્તિન યાર એરબેસથી લોન્ચ કરવામાં આવશે. આ વિસ્તારને અસ્ત્રખાન પણ કહેવામાં આવે છે.

આ મિસાઈલનું વજન 36 હજાર કિલોગ્રામ છે. તેમાં 150/300 કિલોટનના 4 હથિયાર લઈ જઈ શકાય છે. આ મિસાઈલ MIRV ટેકનોલોજીથી સજ્જ છે. એટલે કે એક સાથે ચાર ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. આ મિસાઈલ Avangard હાઈપરસોનિક ગ્લાઈડ વ્હીકલને લઈ જવામાં પણ સક્ષમ છે. આ મિસાઈલની રેન્જ આશરે 6000 કિલોમીટર છે. આ મિસાઈલ 24,500 km/hr ની ગતિથી ટાર્ગેટ કરી શકે છે. તેને રોડ મોબાઇલ લોન્ચરથી પણ છોડી શકાય છે.

આ પણ વાંચો: અમેરિકન મિસાઈલ બાદ હવે યુક્રેને રશિયા પર બ્રિટિશ ક્રૂઝ મિસાઈલ છોડી, વિશ્વયુદ્ધનું જોખમ વધ્યું!

કિંજલ હાઇપરસોનિક મિસાઇલ એર લોન્ચ્ડ બેલિસ્ટિક મિસાઇલ (ALBM)ની શ્રેણીમાં આવે છે. જમીન કે પાણીમાં રહેલા ટાર્ગેટ પર પણ છોડી શકાય છે. તે અવાજની ગતિ કરતાં 10 ગણી ઝડપે ચાલે છે. તેની સ્પીડ 6100થી 12,348 કિમી પ્રતિ કલાક છે અને મહત્તમ રેંજ બે હજાર કિલોમીટર છે. કિંજલ હાઇપરસોનિકત મિસાઇલમાં 480 કિલોગ્રામ વજનના પરમાણુ કે પારંપરિક હથિયાર લઈ જઈ શકાય છે. તેને ડૈગર પણ કહેવામાં આવે છે. જેનો મતલક ખંજર છે. આ પહેલા રશિયાએ ગત વર્ષે આ મિસાઇલનો ઉપયોગ દક્ષિણ-પશ્ચિમ યુક્રેનના એક અંડરગ્રાઉન્ડ વેરહાઉસને ઉડાવવા કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને