અમદાવાદઃ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં લોકો સરળતાથી જઈ શકે તે માટે રાજ્ય સરકારે તાજેતરમાં જ અમદાવાદથી વોલ્વો બસનો પ્રારંભ કરાવ્યો હતો. 8100નાં પેકેજ સાથેની આ બસોનું એક માસનું બુકીંગ 24 કલાકમાં જ થઈ ગયું હતું. આ પ્રકારની વોલ્વો બસો રાજકોટ, સુરત અને વડોદરાથી પણ શરૂ કરવા માટે માગ ઉભી થતાં એસ.ટી. નિગમે સરકાર પાસે મંજૂરી માંગી હતી.

Also work : કરચોરી મુદ્દે વેપારીઓમાં ફફડાટઃ અમદાવાદ, સુરત, વાપી અને વ્યારામાં 14 વેપારીની 9 કરોડની કરચોરી ઝડપાઈ

ગુજરાત એસટી નિગમને અમદાવાદની જેમ રાજકોટ, સુરત અને વડોદરાથી મહા કુંભ જવા માટે એસી વોલ્વો બસની ડિમાન્ડ જણાતા નિગમે સરકાર સમક્ષ મંજૂરી માટે દરખાસ્ત મુકી હતી. આ અંગે એકાદ બે દિવસ બાદ કોઈ નિર્ણય લેવાય તેવું એસટી નિગમના સુત્રોએ જણાવ્યું હતું.

Also work : HMPV: અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો, 4 મહિનાના બાળકને લાગ્યો ચેપ

સુત્રોના જણાવ્યા પ્રમાણે મહાકુંભમાં સર્જાયેલી દુર્ઘટના બાદ હાલની સ્થિતિનો તાગ મેળવાઈ રહ્યો છે. રાજકોટ, સુરત, તથા વડોદરાથી પણ કુંભમાં જવા માટે વોલ્વો શરૂ કરવા સરકાર હકારાત્મક છે. આ બાબતે એકાદ-બે દિવસમાં જ બસો અંગે નિર્ણય લેવાય તેવી શકયતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને