Congress celebrates 75th day  of Constitution successful  Rajkot

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુજરાતના તમામ જિલ્લાઓ અને શહેરોમાં ભારતીય બંધારણના 75મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં આજે મહાત્મા ગાંધી અથવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બંધારણ આમુખના પ્રતિજ્ઞા વાંચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના ભાગરૂપે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બંધારણ આમુખનું પ્રતિજ્ઞા વાંચન સમૂહમાં કરવામાં આવેલ હતું. ડોક્ટર બી આર આંબેડકરે કોંગ્રેસ પક્ષ સાથે મળીને બંધારણને ઘડવામાં, તેમાં ન્યાય, સમાનતા અને બંધુત્વ અને મૂર્તિમંત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો: Constitution Day: પીએમ મોદીએ કહ્યું બંધારણ જીવંત, દેશના વિકાસમાં માર્ગદર્શક…

ત્યારથી કોંગ્રેસની સરકારોએ આપણી લોકશાહી માટે મજબૂત પાયો નાખ્યો છે. અને રાષ્ટ્રની તરફ નોંધપાત્ર સામાજિક રાજકીય પ્રગતિ માટે યોગદાન આપ્યું છે. જોકે આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો અભૂતપૂર્વ જોખમનો સામનો કરે છે.

બંધારણ દિવસ નિમિત્તે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સૌપ્રથમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરાયા બાદ બાબાસાહેબ અમર રહો, સંવિધાન ઝિંદાબાદ સહિતના નારા લગાવાયા બાદ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ આમુખનું વાંચન કરાયું હતું, જેમાં સર્વે કોંગ્રેસ આગેવાનોને કાર્યકરોએ સૂર પુરાવી વાંચન કર્યું હતું
અમે ભારતના લોકો ભારતના એક સાર્વભૌમ સમાજવાદી ભિન્ન સંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને સર્વમાં વ્યક્તિરૂપ ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્રઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર, 1949ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ.

આ પણ વાંચો: આજે છે ભારતનો બંધારણ દિવસ, જાણો તેનો ઈતિહાસ, મહત્વ અને તેનાથી સંબંધિત મહત્વની બાબતો

આજના બંધારણના આમુખ વાંચનના કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, જગદીશભાઈ સાગઠીયા, મેઘજીભાઈ રાઠોડ, સહિત અન્ય કોંગ્રેસના કાર્યકરો અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને