What volition  beryllium  Rahul Gandhi's maestro  program  for possession of West Maharashtra?

કોલકાતા: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વધુ એક FIR નોંધવામાં (FIR Against Rahul Gandhi) આવી છે, આ FIR સુભાષ ચંદ્ર બોઝની (Subhash Chandra Bose) જન્મજયંતિ પર તેમના દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ અંગે કરવામાં આવી છે. 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ પરાક્રમ દિવસ પર રાહુલ ગાંધીએ તેમને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ કરી હતી, કેટલાક લોકોએ તેની સામે વાંધો ઉઠાવ્યા બાદ વિવાદ ઉભો થયો હતો. હવે દક્ષિણ કોલકાતાના ભવાનીપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.

આ પણ વાંચો : Tourism: જમ્મુ-કાશ્મીરમાં રોપ વેનો કેબલ વાયર તૂટતા સો જેટલા પ્રવાસી ફસાયા…

આ સંગઠને વિરોધ નોંધાવ્યો:
અહેવાલ મુજબ હિન્દુત્વવાદી જૂથ અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા FIR દાખલ કરવામાં આવી છે. જૂથના કાર્યકરોએ દક્ષિણ કોલકાતાના એલ્ગિન રોડ પર નેતાજીના પૂર્વજોના ઘર પાસે પ્રદર્શન પણ કર્યું. રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ પોસ્ટની સામે લોકોએ વિરોધ નોંધાવ્યો.

શું છે વિવાદ?
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કર્યું હતું જેમાં નેતાજીના મૃત્યુની તારીખ 18 ઓગસ્ટ, 1945 લખવાવામાં આવી હતી, જેનાથી વિવાદ શરૂ થયો હતો. આ તારીખે નેતાજીનું વિમાન તાઈહોકુ (તાઈપેઈ) માં ક્રેશ થયું હતું. જોકે, નેતાજીના મૃત્યુની ચોક્કસ તારીખ ક્યારેય પુષ્ટિ થઈ શકી નથી અને તેમના ગુમ થયા પછી રચાયેલા કમિશને પણ તેની પુષ્ટિ કરી નથી.

રાહુલ ગાંધીએ આપી હતી શ્રધાંજલિ:
રાહુલ ગાંધીએ સાથે લખ્યું કે મહાન ક્રાંતિકારી, આઝાદ હિંદ ફોજના સ્થાપક, નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર ભાવભીની શ્રદ્ધાંજલિ. નેતાજીનું નેતૃત્વ, હિંમત, સામાજિક ન્યાય માટેનો તેમનો સંઘર્ષ, સહિષ્ણુતા અને સમાવેશ પ્રત્યેનું તેમનું યોગદાન આજે પણ દરેક ભારતીયને પ્રેરણા આપે છે. ભારત માતાના અમર પુત્રને મારા આદરપૂર્ણ પ્રણામ, જય હિંદ.

સંગઠનના આરોપ:
વિરોધ કરી રહેલા અખિલ ભારતીય હિન્દુ મહાસભાના આગેવાને કહ્યું કે રાહુલ ગાંધી એ જ વારસો આગળ ધપાવી રહ્યા છે જેના કારણે નેતાજીને પહેલા કોંગ્રેસ છોડવાની અને પછી દેશ છોડવાની ફરજ પડી હતી. રાહુલ ગાંધી અને તેમના પરિવારે હંમેશા ભારતના લોકોની યાદોમાંથી નેતાજીની યાદોને ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો છે, અને આ વખતે પણ તેમણે નેતાજી વિશે ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો : ઉત્તરાખંડમાં રાજકીય બબાલે હિંસક સ્વરુપ કર્યું ધારણઃ અપક્ષના ધારાસભ્ય પર ભાજપના ધારાસભ્યએ કર્યું ફાયરિંગ

તેમણે કહ્યું, “ભારતના લોકો તેમને સજા કરશે અને અમે હંમેશા નેતાજી વિશે ખોટી માહિતી ફેલાવવાનો વિરોધ કરીશું.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને