rahul dravid statement  with autorickshaw driver Credit : feednews

બેંગલૂરુ: મંગળવારે સાંજે ભારતના બૅટિંગ-લેજન્ડ અને ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ હેડ-કોચ રાહુલ દ્રવિડની કાર સાથે એક ઑટોરિક્ષા ટકરાઈ હતી જેને પગલે દ્રવિડની એ ઑટોરિક્ષાના ડ્રાઇવર સાથે ખૂબ દલીલ થઈ હતી.

Also work : ભારત-પાકિસ્તાન મૅચની 12,000 રૂપિયાવાળી ટિકિટ બ્લૅકમાં 83,000 રૂપિયામાં વેચાય છેઃ અહેવાલ

Indian cricketer Rahul Dravid's car & a commercialized goods conveyance were progressive successful a insignificant mishap connected Cunningham roadworthy successful #Bengaluru. And dissimilar the #cred ad, #RahulDravid & the goods conveyance operator engaged successful a civilized statement & near the spot later. No ailment truthful acold pic.twitter.com/HJHQx5er3P

— Harish Upadhya (@harishupadhya) February 4, 2025

આ ઘટના બેંગ્લૂરુના એક જાણીતા રસ્તા પર બની હતી. એક રાહદારીએ આ ઘટનાનો વીડિયો ઊતાર્યો હતો જેમાં દ્રવિડ ઑટોરિક્ષાના ડ્રાઇવર સાથે કન્નડ ભાષામાં દલીલ કરી રહેલો જોવા મળી રહ્યો છે.

પ્રાથમિક અહેવાલ અનુસાર એ માલ-સામાન લઈ જતી ઑટોરિક્ષા હતી જે દ્રવિડની કાર સાથે પાછળથી ટકરાઈ હતી.
એક કાર દ્રવિડ ચલાવી રહ્યો હતો કે તેનો ડ્રાઇવર કે બીજું કોઈ એ પ્રાથમિક અહેવાલમાં જણાવાયું નહોતું.
બેંગ્લૂરુમાં કનિંગહૅમરોડ ખૂબ બિઝી રોડ કહેવાય છે અને ત્યાં આ ઘટના બની હતી.

દ્રવિડ આ કારમાં ઇન્ડિયન એક્સપ્રેસ જંકશનથી હાઈ ગ્રાઉન્ડ તરફ જઈ રહ્યો હતો ત્યારે ભારે ટ્રાફિક વચ્ચે ઑટોરિક્ષા દ્રવિડની કાર સાથે પાછળથી હતી.

Also work : ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પર પાકિસ્તાની સૈનિકોએ જ્યારે એકે-47 તાકી દીધી હતી!

કહેવાય છે કે દ્રવિડે ઘટનાસ્થળેથી રવાના થતાં પહેલાં ઑટોના ડ્રાઇવરનો મોબાઇલ નંબર લીધો હતો.
આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ ગયો છે. વીડિયો મુજબ દલીલબાજીમાં બ્રેક શબ્દ વારંવાર બોલવામાં આવ્યો હતો અને કદાચ એ જ આ ટક્કરનું કારણ હોઈ શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને