રિલીફ રેલી: અમેરિકન કરંટ વચ્ચે સેન્સેક્સે ૯૦૧ પોઇન્ટના જમ્પ સાથે ૮૦,૩૫૦ની સપાટી વટાવી નિફ્ટી ૨૪,૫૦૦ની નિકટ પહોંચ્યો

2 hours ago 2

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય નિશ્ર્ચિત થઇ જતાં સ્તાનિક બજારના સેન્ટિમેન્ટમાં પણ સુધારો જોવા મળ્યો હતો અને સતત બીજા સત્રની આગેકૂચમાં સત્ર દરમિયાન સેન્સેક્સ ૧,૧૦૦ પોઇન્ટ જેવો ઉછળીને અંતે ૯૦૧.૫૦ પોઇન્ટ અથવા તો ૧.૧૩ ટકાના ઉછાળા સાથે ૮૦,૩૭૮.૧૩ પોઇન્ટની સુપાટીએ, જ્યારે નિફ્ટી ૨૭૩.૦૫ પોઇન્ટ અથવા તો ૧.૧૩ ટકાના ઉછાળા સાથે ૨૪,૪૮૬.૩૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. બજારના સાધનો અનુસાર અમેરિકાની પ્રમુખપદ માટેની ચૂંટણીમાં અપેક્ષિત પરિણામને પગલે વૈશ્ર્વિક બજારોએ રીલીફ રેલીનો અનુભવ કર્યો, ટ્રમ્પે મજબૂત જનાદેશ મેળવતાં રાજકીય અનિશ્ર્ચતતામાં ઘટાડો હોવાથી કરવેરામાં કાપની અપેક્ષાઓ અને સરકારી ખર્ચમાં વધારો થવાની આશા વચ્ચે લેવાલીનું સેન્ટિમેન્ટ સર્જાયું હતું.

ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ અને ઇન્ફોસિસ પ્રત્યેકના શેર ચાર ટકાથી વધુ ઊછળ્યા હતા. સેન્સેક્સ પેકમાંથી, અન્ય સૌથી વધુ વધનાર શેરમાં એચસીએલ ટેક્નોલોજી, ટેક મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ, લાર્સન એન્ડ ટુબ્રો, મારુતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સામેલ હતા. જ્યારે ટાઇટન, ઇન્ડસઇન્ડ બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, એક્સિસ બેન્ક અને એચડીએફસી બેન્કનો સૌથી વધુ ઘટનારા શેરોમં સમાવેશ હતો.

કોર્પોરેટ પરિણામમાં ટાઇટનના નબળા પરિણામને કારણે તેનો શેર ચાર ટકા ગબડ્યો હતો. નોન ફેરસ મેટલ રિસાઇકલિંગ ક્ષેત્રની રાજપુતાના ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ૨૦૨૫ના પ્રથમ અર્ધવાર્ષિક પરિણામમાં ૮૦.૫૫ ટકાના વધારા સાથે રૂ. ૨૫૭.૭૭ કરોડની કુલ આવક અને ૬૨.૭૫ ટકાના વધારા સાથે રૂ. ૪.૦૭ કરોડનો ચોખ્ખો નફો
નોંધાવ્યો છે.

કોપર ટ્યુબ હીટ એક્સચેન્જર સહિતની પોડકટ્સની ઉત્પાદક અને નિકાસકાર કેઆરએન હીટ એક્સચેન્જર એન્ડ રેફ્રીજરેશન લિમિટેડે ૨૦૨૫ના બીજા ક્વાર્ટરના કોન્સોલિડેટેડ પરિણામમાં ૨૮.૪૧ ટકાના વધારા સાથે રૂ. ૯૨.૫૩ કરોડની કુલ આવક, ૪૩.૯૮ ટકાના વધારા સાથે રૂ. ૧૨.૩૬ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. મારુતી ડ્રોનટેકે એ સિરિઝ ફંડીંગ અંતર્ગત ૬.૨ મિલિયન ડોલર એકત્ર કર્યા છે.

ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કંપની, એવીપી ઇન્ફ્રાકોન લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૫ના કોન્સોલિડેટેડ પ્રથમ અર્ધવાર્ષિક નાણાકીય પરિણામમાં ૬૩.૦૫ ટકાના વધારા સાથે રૂ. ૧૦૯.૨૨ કરોડની કુલ આવક અને ૭૫.૩૭ ટકાના વધારા સાથે રૂ. ૧૨.૭૬ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એબિટા ગ્રોથ ૬૩.૧૯ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૨૩.૯૫ કરોડ રહ્યો હતો.

પ્રેશર ડાઈ કાસ્ટિંગ, પ્રિસિશન મશીનિંગ, અને ઇન્ડક્શન હીટિંગ ક્ષેત્રની થાઈ કાસ્ટિંગ લિમિટેડને ઓટોમોટિવના સપ્લાય માટે અંદાજે રૂ. ૧૫૪.૧૪ કરોડના નવા ઓર્ડર હાંસલ થયા છે.

આ ઓર્ડરની સાથે કંપનીની ઓર્ડર બુક રૂ. ૩૮૬.૮૩ કરોડ સુધી પહોંચી છે અને તેનો અમલ આગામી ૬૦થી ૮૦ મહિનામાં થવાનો છે. રેમન્ડ લાઇફસ્ટાઇલનો નફો બીજા ક્વાર્ટરમાં ૭૦ ટકાના ઘટીને રૂ. ૪૨.૧૮ ટકા અને રેવન્યૂ ૫.૩ ટકા ઘટીને રૂ. ૧૭૦૮ કરોડ રહી હતી.

નિકાસલક્ષી એકમ અને નોન વોવેન ફેબ્રિક્સ મેન્યુફેકચરર્સ ફાઈબરવેબ (ઈન્ડિયા) લિમિટેડે ૨૦૨૫ના અર્ધવાર્ષિક અનઓડિટેડ નાણાકીય પરિણામમાં ૨૨.૧૮ ટકાના વધારા સાથે રૂ. ૨૫.૬૫ કરોડની કુલ આવક, અને ૧૭૮.૮૭ ટકાના વધારા સાથે રૂ. ૩.૫૪ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એબિટા ૧૦૫.૬૩ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૫.૨૪ કરોડ રહ્યું છે. ટાઇટનના શેરમાં નબળા પરિણામને કારણે બે ટકા જેવો ઘટાડો હતો.

નોન-ફેરસ ધાતુઓમાંથી બનેલા વિન્ડિંગ વાયર અને સ્ટ્રીપ્સના ઉત્પાદન ક્ષેત્રે કાર્યરત શેરા એનર્જી લિમિટેડે ૨૦૨૫ના અર્ધવાર્ષિક અનઓડિટેડ નાણાકીય પરિણામમાં ૫૬.૫૭ ટકાના વધારા સાથે રૂ. ૬૦૧.૮૭ કરોડની કુલ આવક, અને ૫૭.૩૭ ટકાના વધારા સાથે રૂ. ૯.૬૭ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એબિટા ૧૫.૧૨ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૨૯.૧૧ કરોડ રહ્યું છે. સ્વીગી લિમિટેડે આઇપીઓ અગાઉ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. ૫,૦૮૫ કરોડ એકત્ર કરી
લીધા છે.

કોર્પોરેટ હલચલમાં ઝેક ઓટો કંપની સ્કોડા ઇન્ડિયાએ ઉત્પાદન ક્ષમતામાં ૩૦ ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. એસયુવી સેગમેન્ટમાં સ્કોડા કાયલેકના લોન્ચીંગ પ્રીમિયરમાં સ્કોડા ઓટોના સીઇઓ ક્લાઉસ જેલમરે કહ્યું હતું કે ભારતમાં કંપની ૨૦૨૬થી ૧૦,૦૦૦ કાર વેચવાનો લક્ષ્યાંક ધરાવે છે અને ભારત વિશ્ર્વનો ત્રીજો સૌથી મોટો કાર ઉત્પાદક દશ બનવાની સંભાવના ધરાવે છે.

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતની જાહેરાત સાથે જ સ્થાનિક શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો અને સેન્સેક્સ ઊંચી સપાટીથી ૧૦૦ પોઇન્ટ નીચે ઉતર્યો તે અગાઉ આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં જબરદસ્ત તેજીના પગલે રોકાણકારોની મૂડીમાં સત્ર દરમિયાન આઠ લાખ કરોડનો વધારો નોંધાયો હતો.

ફોરેક્સ માર્કેટમાં ડોલર મજબૂત બનતાં ભારતીય આઈટી કંપનીઓ માટે કમાણીમાં વધારો કરશે, એવી આશા વચ્ચે આ સેગમેન્ટના શેરોમાં લાવલાવ વધી હતી કારણકે, ભારતીય આઈટી કંપનીઓ ડોલરમાં બિઝનેસ કરે છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article