ગાંધીનગર: રાજ્યમાં રિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શક બનાવવા તથા રિડેવલપમેન્ટને વેગ આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારનાં આ નિર્ણય બાદ કોઈપણ હેતુ માટે અગાઉ પ્રીમિયમ વસૂલ કરવાપાત્ર હોવા છતાં પ્રિમીયમ વસૂલ થયા વિના બીન ખેતી થયેલ હોય તેવી જમીન પુન: હેતુફેર માટે આવે ત્યારે પ્રવર્તમાન જંત્રી કિંમતના 10 ટકા વસૂલ કરીને હેતુફેર N.A. કરી અપાશે.
આ પણ વાંચો: Gujarat માં મહારાષ્ટ્ર ચૂંટણી બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના અટકળો તેજ
પુન: હેતુફેર માટે આ નિયમ લાગુ
રાજ્યમાં કોઈ પણ હેતુ માટે અગાઉ N.A. થયેલી જમીનની કોઈપણ દરખાસ્ત પુન: હેતુફેર માટે જિલ્લા કલેકટર સમક્ષ રજૂ થાય ત્યારે જો પ્રિમીયમ વસુલાત પાત્ર હોય અને અગાઉના બિનખેતીના નિર્ણય વખતે પ્રિમિયમ વસૂલ કરવાનું રહી ગયું હોય તેવા કિસ્સામાં હાલ આવું પ્રિમીયમ પ્રવર્તમાન જંત્રી દરના 30 ટકા પ્રમાણે વસૂલ કરવાની પ્રથા અમલમાં છે. આ સંદર્ભમાં થયેલી રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે મહેસૂલ વિભાગને દિશા નિર્દેશો આપ્યા છે.
બિનખેતી માટે આ નિયમ
આ સંદર્ભે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, ભૂતકાળમાં પ્રતિબંધિત સત્તા પ્રકાર અને નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં પ્રિમીયમની રકમ વસુલવાપાત્ર હતી પણ તે રકમ વસુલ લીધા વિના બિનખેતી પરવાનગી આપવામાં આવેલ છે તેવી જમીનમાં હાલના અરજદાર/કબ્જેદાર પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતના 10 ટકા પ્રીમિયમની રકમ વસૂલ કરીને રીવાઈઝ્ડ બિનખેતીની પરવાનગી આપવાની રહેશે.
આ ઉપરાંત, જે કિસ્સાઓમાં પ્રીમિયમ વસૂલાતનો અગાઉ નિર્ણય થઈ ગયેલો હોય તેવા કિસ્સાઓમાં આ નિર્ણય લાગુ કરવામાં આવશે નહીં. સરકારનું કહેવુ છે કે આ નિર્ણયને પરિણામે રાજ્યમાં રિવાઈઝડ બિન ખેતી પરવાનગીની પ્રક્રિયામાં પારદર્શિતા તથા ત્વરિતતા આવશે તેમજ રિડેવલપમેન્ટ પ્રક્રિયાને પણ વેગ મળશે
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને