Rishabh Pant breaks Allan Knott's grounds   successful  Australia

પર્થઃ વિકેટકીપર-બૅટર રિષભ પંત અહીં ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝના પ્રથમ દિવસે ફક્ત 37 રન બનાવી શક્યો, પણ તેના આ 37 રન ભારત માટે બહુમૂલ્ય છે તેમ જ એ સાથે તેણે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ વિકેટકીપર ઍલન નૉટનો 47 વર્ષ જૂનો વિક્રમ પણ તોડ્યો છે.

આ પણ વાંચો : આ તારીખથી શરુ થશે IPL 2025ની સિઝન, 2026 અને 2027ની તારીખો પણ જાહેર

ઑસ્ટ્રેલિયામાં પ્રવાસી ટીમના વિકેટકીપર-બૅટરે ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ-ક્રિકેટમાં બનાવેલા રનની રેકૉર્ડ-બુકમાં મહાન ક્રિકેટર ઍલન નૉટના 643 રન અત્યાર સુધી હાઇએસ્ટ હતા. જોકે હવે પંત 661 રન સાથે મોખરે થઈ ગયો છે. જેફ દૂજોં (587 રન) ત્રીજે છે.

પંત ટેસ્ટની કુલ 12 ઇનિંગ્સમાં પહેલી વાર પૅટ કમિન્સના બૉલમાં આઉટ થયો છે.

2024ના વર્ષમાં ટેસ્ટ-મૅચોમાં ભારતના 18 બૅટર શૂન્યમાં આઉટ થયા છે. એક કૅલેન્ડર યરમાં ભારતના સૌથી વધુ બૅટરે ઝીરોમાં વિકેટ ગુમાવી હોય એમાં આ નવો વિક્રમ છે. આ પહેલાં, 1983 તથા 2008માં 17-17 બૅટરે શૂન્યમાં વિકેટ ગુમાવી હતી.

આ પણ વાંચો : IND vs AUS: કેએલ રાહુલ આઉટ ન હતો! વીડિયો જોઇને તમે જ નક્કી કરો

શુક્રવારે યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિક્કલે ઝીરોમાં વિકેટ ગુમાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને