![mahant indra bharati bapu wellness deteriorates](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/mahant-indra-bharati-bapu.webp)
અમદાવાદ: જૂનાગઢ રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડી હતી. તેઓ મહાકુંભમાં ગયા હોય તે દરમિયાન સતત ધૂળ ઉડતા ફેફસામાં ઈન્ફેક્શન થતા તેમને સારવાર માટે સાત દિવસ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તેમની તબિયતને ધ્યાને લઈ ૧૫ દિવસ સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી.
Also work : ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી થઈ લોન્ચ, રાજ્યમાં 50,000થી વધુ નવી નોકરીઓનું થશે સર્જન
ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડી
પ્રાપ્ત વિગતો અનુસાર મહાકુંભમાં ગયા બાદ જૂનાગઢના રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડી હતી. મહાકુંભમાં સતત ધૂળ ઉડતા ફેફસામાં ઈન્ફેક્શન થતા ઈન્દ્રભારતી બાપુને સારવાર માટે સાત દિવસ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તબીબોએ તેમને બાપુને પંદર દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી.
Also work : ગુજરાતમાં આ સરકારી યોજનાનો હજારો લોકોએ લીધો લાભ, લોનની મર્યાદા વધારીને કરવામાં આવી રૂ. 25 લાખ
ઓડિયો સંદેશ જાહેર કર્યો
ઈન્દ્રભારતી બાપુએ ઓડિયો સંદેશ જાહેર કરીને જણાવ્યું હતું કે પ્રયાગરાજ મહાકુંભમાં તબિયત લથડતા તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હાલ તેમની તબિયત સુધારા પર હોય તબીબોએ તેમને ૧૫ દિવસ આરામ કરવાની સલાહ આપી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને