Neeraj- Himani emotion  matrimony  ir arranged marriage representation by rabbit

શિમલાઃ ગયા અઠવાડિયે લગ્ન ગ્રંથિથી જોડાયેલા નીરજ ચોપડા અને હિમાની મોર બન્ને જણ હરિયાણાના છે, પરંતુ તેઓ પહેલી વાર થોડા વર્ષો પહેલાં એકમેકને અમેરિકામાં મળ્યા હતા એ આપણે સૌ કોઈ જાણીએ છીએ, પણ તેમના આ લવ મૅરેજ છે કે અરૅન્જ્ડ મૅરેજ એ વિશે હિમાનીના પિતા ચાંદરામે ફોડ પાડીને વાત કરી છે જેને લીધે નવદંપતી વિશેની એ વિષયની અટકળો બંધ થઈ ગઈ છે.

નીરજ ભારતના ગોલ્ડન બૉય તરીકે જાણીતો છે. તે ભાલાફેંકમાં ઑલિમ્પિકસનો ગોલ્ડ મેડલ તેમ જ સિલ્વર મેડલ જીતી ચૂક્યો છે. નીરજ ભારતીય લશ્કરમાં સુબેદાર મેજરના હોદ્દા પર છે. તેની પત્ની હિમાની ટેનિસ ખેલાડી છે. હિમાનીના મમ્મી કબડ્ડીના કોચ છે. તેમના પરિવારના ઘણા સભ્યો ખેલકૂદમાં દેશ વતી રમી ચૂક્યા છે. હિમાનીને ટેનિસ પ્લેયર બનાવવામાં તેના મામા સુરેશ રાણાનું મોટું યોગદાન છે.

આપણ વાંચો: નીરજ અને હિમાની: બન્ને હરિયાણાના, પણ પહેલી મુલાકાત થયેલી અમેરિકામાં!

14-17 જાન્યુઆરી દરમ્યાન હિમાચલ પ્રદેશના સોલન વૅલી વિસ્તારના સૂર્યવિલાસ નામના લક્ઝરી રિસોર્ટમાં તેમના લગ્નની વિધિઓ પાર પાડવામાં આવી હતી. આ લગ્નપ્રસંગમાં બન્ને પરિવારોના 60 લોકો હાજર હતા. એ પ્રસંગની તસવીર ખુદ નીરજે સોશિયલ મીડિયા પર શૅર કરી હતી.

હિમાની મોરના પિતા ચાંદરામે એક મુલાકાતમાં કહ્યું હતું કે નીરજ-હિમાનીના આ પ્રેમલગ્ન નથી. બન્ને પરિવારો સાત-આઠ વર્ષથી એકમેકને ઓળખતા હતા. નીરજ-હિમાનીના આ અરૅન્જ્ડ મૅરેજ છે.'

હિમાની મોર હરિયાણા રાજ્યમાં સોનીપત જિલ્લાના લડસૌલી ગામની છે. લગ્ન પછી હિમાની સાથે નીરજ લડસૌલી પહોંચ્યો ત્યારે ખાસ કરીને નીરજનું દેશી વ્યંજનોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ચાંદરામ મોરે જ કહ્યું છે કેહિમાની-નીરજ હાલમાં વિદેશ ગયા છે. તેઓ પાછા આવશે ત્યાર બાદ રિસેપ્શનનો ભવ્ય સમારંભ યોજીશું.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને