કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
ફિલ્મ નિર્માણ ખરા અર્થમાં ભગીરથ કામ છે. એકલી ક્રિયેટિવિટીથી કામ નથી ચાલતું. સાથે અઢળક કેશ (પૈસા) પણ જોઈએ. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસ પર નજર ફેરવતાં છેક ૧૯૩૦ના દાયકાથી બૉમ્બે ટૉકીઝ, ન્યુ થિયેટર્સ, પ્રભાત સ્ટુડિયો, રણજીત મુવિટોન, જેમિની સ્ટુડિયો, એવીએમ પ્રોડક્શન્સ વગેરે કંપની ફિલ્મ નિર્માણ કરતી રહી છે.
આજની તારીખમાં યશરાજ, ધર્મા, મેડોક ફિલ્મ્સ સહિત ઘણી કંપનીઓ ફિલ્મ નિર્માણ કરી રહી છે. જોકે, એકવીસમી સદીમાં સ્વતંત્ર ફિલ્મમેકર (ઈન્ડિપેન્ડન્ટ સિનેમા ઈન ઈન્ડિયા)ની પરંપરા વિકસી છે, જેમના ચિત્રપટનું નિર્માણ સ્ટુડિયો – કંપની સિસ્ટમની બહાર થાય છે. ‘ધ લંચબૉક્સ’ કે ‘શિપ ઑફ થિસિયસ’ એના ઊડીને આંખે વળગે એવાં ઉદાહરણ છે.
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ગ્રાં – પ્રી’ અવૉર્ડ મેળવનાર પાયલ કાપડિયાની મલયાલમ – હિન્દી ફિલ્મ ‘ઓલ વી ઈમેજીન એઝ લાઈટ’ પણ ઈન્ડિપેન્ડન્ટ સિનેમાનું જ એક નવું પ્રકરણ છે. ‘ઈન્ડી ફિલ્મ્સ’ તરીકે પણ ઓળખાતી આ ફિલ્મોની સ્ટોરીમાં નાવીન્ય હોય છે, ક્રિયેટિવિટી પણ હોય છે. પૈસાનું જંગી રોકાણ ન હોવાથી આવી ફિલ્મ બની તો જાય છે, પણ એનું માર્કેટિંગ, એનું ડિસ્ટ્રિબ્યુશન, એને રિલીઝ કરવાં થિયેટરો મેળવવાં લોઢાના ચણા ચાવવા જેવાં અઘરાં કામ છે. આ કેટેગરીની ઘણી ફિલ્મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલોમાં અવૉર્ડ મેળવે છે, પણ સ્વદેશમાં બૉક્સ ઑફિસ સફળતા મેળવવામાં ફાંફાં પડે છે.
પાયલ કાપડિયાની ફિલ્મના વિતરણની જવાબદારી રાણા દગ્ગુબાટીની કંપનીએ ઉપાડી લીધી છે, પણ મુંબઈમાં ગણ્યાગાંઠયાં થિયેટરોમાં એ રિલીઝ થઈ છે અને શોની સંખ્યા પણ સીમિત છે. જોકે, આજની તારીખમાં ઓટીટી પ્લૅટફૉર્મ્સ ફિલ્મ રિલીઝ કરતાં હોવાથી વિશાળ સમુદાય સુધી પહોંચવામાં ફિલ્મ સફળ રહે છે.
‘શાહિદ’, ‘અલીગઢ’, ‘સિટીલાઈટ્સ’ જેવી ફિલ્મ અને વેબ સિરીઝ ‘સ્કેમ’ માટે જાણીતા ફિલ્મમેકર હંસલ મહેતાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ‘એક્સ’ પર ‘ઑલ વી ઈમેજીન એઝ લાઈટ’નો અમેરિકન પબ્લિકેશન ‘ધ ન્યૂ યૉર્કર’માં પ્રકાશિત થયેલો રિવ્યુ (વર્ષની ગ્રેટ ફિલ્મોમાંની એક) શેર કરી જણાવ્યું હતું કે ‘કોઈ પણ ઓટીટી પ્લૅટફૉર્મે હજી સુધી આ ફિલ્મ ખરીદવામાં ઉત્સુકતા નથી દેખાડી. ભારતમાં સ્વતંત્ર રીતે ફિલ્મ નિર્માણ કરતા લોકોની આ વરવી વાસ્તવિકતા છે. ‘ઑલ વી ઈમેજીન…’ જેવી અદ્ભુત ફિલ્મને આ દેશમાં મહત્તમ દર્શકો સુધી પહોંચવામાં મુશ્કેલી પડશે. આશા રાખું છું કે મારી માન્યતા ખોટી સાબિત થાય.’
આ પોસ્ટ વિશે હંસલ મહેતાની ‘દિલ પે મત લે યાર’ તેમ જ ‘અલીગઢ’ ફિલ્મમાં કામ કરનારા અને આજની તારીખમાં ઓટીટીમાં ખૂબ જ વ્યસ્ત ઍક્ટર મનોજ બાજપેયીએ કહ્યું હતું કે ‘હંસલની વાત સોળ આના સાચી છે.’
વિવેચકોએ ભરપેટ વખાણ કર્યાં હોય અને આંતરરાષ્ટ્રીય ચિત્રપટ મહોત્સવોમાં ઈનામ મળ્યાં હોય એવી ‘ગલી ગુલિયાં’, ‘ભોસલે’ અને ‘જોરામ’ જેવી ફિલ્મોમાં અભિનય કરનારા ઍક્ટર મનોજ બાજપેયી ‘સીધી બાત નો બકવાસ’ સ્ટાઈલમાં કહે છે કે ‘ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અવૉર્ડ મળે એટલે સ્વદેશમાં દર્શકો એને વધાવી લેશે એવું માની લેવાની ભૂલ ન કરવી….’ વાતનો વિસ્તાર કરી ‘સત્યા’નો ભીખુ મ્હાત્રે કહે છે કે ‘અવૉર્ડનો ઉભરો, એનો ચળકાટ બહુ જલદી શમી જાય છે.
આપણા દેશમાં સ્વતંત્ર રીતે નિર્માણ થયેલી ફિલ્મ વિદેશમાં ગમ્મે એટલો
ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઍવાર્ડ અને વાહ વાહ મેળવનારી હિન્દી ફિલ્મો રિલીઝ માટે અને કમાણી કરવામાં ફાંફાં મારતી હોય છે

આપણા દેશમાં સ્વતંત્ર રીતે નિર્માણ થયેલી ફિલ્મ વિદેશમાં ગમ્મે એટલો મોટો અવૉર્ડ હાંસલ કરે, દેશની પ્રતિમા ઊજળી કરે, એને ફિલ્મના બિઝનેસ સાથે નાહવા-નિચોવાનો સંબંધ નથી હોતો. અવૉર્ડ બાબતે આ જ વાત મને કાયમ ખૂંચી છે.
પારિતોષિક મળવાથી ઍક્ટર કે ડિરેક્ટરની વેલ્યુ વધી જાય એવું મોટે ભાગે નથી બનતું.
અવૉર્ડ મેળવતી અનેક વાર એવું બન્યું છે કે ફિલ્મને અવૉર્ડ મળે, આપણે સાંજે પાર્ટી કરી મહાલીએ અને બીજે દિવસે સવારે કામે લાગી જઈએ, પણ શું એ અવૉર્ડ મળ્યો એટલે મને વધુ ફિલ્મોની ઑફર મળે છે ખરી? કે ડિસ્ટ્રિબ્યુટરો અવૉર્ડ વિજેતા ફિલ્મ રિલીઝ કરવા ઉત્સુકતા દેખાડે છે ખરા? ફિલ્મમાં કામ કરવા મળતી રકમમાં વધારો થાય છે ખરો? ના, આમાંનું કશું જ નથી થતું. અવૉર્ડની જાહોજલાલી એ રાત પૂરતી જ હોય છે.’
આવી હૈયાવરાળ કાઢ્યા પછી મનોજ મમરો મૂકે છે કે, ‘જો, ફિલ્મને ઓસ્કર અવૉર્ડ મળ્યો હોય કે નોમિનેશન મળ્યું હોય તો ફરક દેખાય છે ખરો… એની ખ્યાતિ, એના ગુણગાનનું આયુષ્ય લાંબું હોય છે.’
ઓસ્કર નામનું પીંછું ટોપીમાં ખોસાય એ પછી અરીસામાં જોઈ માત્ર ખુશ જ થવાનું હોય છે. મનોજ બાજપેયી આગળ કહે છે કે ‘આપણા અનેક સ્વતંત્ર ફિલ્મમેકરો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલોમાં વાહ વાહ મેળવી સ્વદેશ પાછા ફરતી વખતે એમના કોલર ટાઈટ હોય છે, ટટ્ટાર ચાલતા હોય છે અને એમની ચાલમાં ઝડપ હોય છે. પણ… પણ, એમનું હવાઈ જહાજ સ્વદેશની ધરતી પર ઉતરાણ કર્યા પછી શું અનુભવ થાય છે એમને? ફિલ્મમાં કોઈ રુચિ નથી દેખાડતું, કોઈ એના વિશે બોલવા – ચર્ચા કરવા ઉત્સુક નથી હોતું. ફિલ્મ કેવી રીતે રિલીઝ કરવી કે કોણ ડિસ્ટ્રિબ્યુશન કરે એનો ઉલ્લેખ નથી થતો. હું આ બધામાંથી પસાર થયો છું અને આજની તારીખમાં પણ આવું બને છે.’
ટૂંકમાં વાહ વાહથી હૈયું હરખાય, ખિસ્સું ન ભરાય એવી હાલત જોવા મળે છે. આર્થિક પીઠબળ આપતી ફિલ્મ કંપની – સ્ટુડિયોની છત્રછાયા વિના આપબળે ફિલ્મ બનાવતા સ્વતંત્ર (ઈન્ડી) ફિલ્મમેકરો માટે કપરાં ચઢાણ છે. ફ્રાંસ અને ઈટલીમાં વિવેચકોની વાહ વાહ ઉપરાંત ઠીક ઠીક વકરો કરવામાં સફળ રહેલી પાયલ કાપડિયાની ફિલ્મ ‘અવૉર્ડમાં અવ્વલ, પણ આવકમાં ‘બંડલ’ સાબિત થશે?
અહીં કવિ લક્ષ્મીનારાયણ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ની કાવ્ય પંક્તિનું સ્મરણ થાય છે : ‘વિચારો એવા કે અવનિ પર રાજ્ય કરવું, પરિસ્થિતિ એવી કે રખડી રઝળી પેટ ભરવું.’મોટો અવૉર્ડ હાંસલ કરે, દેશની પ્રતિમા ઊજળી કરે, એને ફિલ્મના બિઝનેસ સાથે નાહવા-નિચોવાનો સંબંધ નથી હોતો. અવૉર્ડ બાબતે આ જ વાત મને કાયમ ખૂંચી છે. પારિતોષિક મળવાથી ઍક્ટર કે ડિરેક્ટરની વેલ્યુ વધી જાય એવું મોટે ભાગે નથી બનતું.
અવૉર્ડ મેળવતી અનેક વાર એવું બન્યું છે કે ફિલ્મને અવૉર્ડ મળે, આપણે સાંજે પાર્ટી કરી મહાલીએ અને બીજે દિવસે સવારે કામે લાગી જઈએ, પણ શું એ અવૉર્ડ મળ્યો એટલે મને વધુ ફિલ્મોની ઑફર મળે છે ખરી? કે ડિસ્ટ્રિબ્યુટરો અવૉર્ડ વિજેતા ફિલ્મ રિલીઝ કરવા ઉત્સુકતા દેખાડે છે ખરા? ફિલ્મમાં કામ કરવા મળતી રકમમાં વધારો થાય છે ખરો? ના, આમાંનું કશું જ નથી થતું. અવૉર્ડની જાહોજલાલી એ રાત પૂરતી જ હોય છે.’
આવી હૈયાવરાળ કાઢ્યા પછી મનોજ મમરો મૂકે છે કે, ‘જો, ફિલ્મને ઓસ્કર અવૉર્ડ મળ્યો હોય કે નોમિનેશન મળ્યું હોય તો ફરક દેખાય છે ખરો… એની ખ્યાતિ, એના ગુણગાનનું આયુષ્ય લાંબું હોય છે.’
ઓસ્કર નામનું પીંછું ટોપીમાં ખોસાય એ પછી અરીસામાં જોઈ માત્ર ખુશ જ થવાનું હોય છે. મનોજ બાજપેયી આગળ કહે છે કે ‘આપણા અનેક સ્વતંત્ર ફિલ્મમેકરો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલોમાં વાહ વાહ મેળવી સ્વદેશ પાછા ફરતી વખતે એમના કોલર ટાઈટ હોય છે, ટટ્ટાર ચાલતા હોય છે અને એમની ચાલમાં ઝડપ હોય છે. પણ… પણ, એમનું હવાઈ જહાજ સ્વદેશની ધરતી પર ઉતરાણ કર્યા પછી શું અનુભવ થાય છે એમને? ફિલ્મમાં કોઈ રુચિ નથી દેખાડતું, કોઈ એના વિશે બોલવા – ચર્ચા કરવા ઉત્સુક નથી હોતું. ફિલ્મ કેવી રીતે રિલીઝ કરવી કે કોણ ડિસ્ટ્રિબ્યુશન કરે એનો ઉલ્લેખ નથી થતો. હું આ બધામાંથી પસાર થયો છું અને આજની તારીખમાં પણ આવું બને છે.’
ટૂંકમાં વાહ વાહથી હૈયું હરખાય, ખિસ્સું ન ભરાય એવી હાલત જોવા મળે છે. આર્થિક પીઠબળ આપતી ફિલ્મ કંપની – સ્ટુડિયોની છત્રછાયા વિના આપબળે ફિલ્મ બનાવતા સ્વતંત્ર (ઈન્ડી) ફિલ્મમેકરો માટે કપરાં ચઢાણ છે. ફ્રાંસ અને ઈટલીમાં વિવેચકોની વાહ વાહ ઉપરાંત ઠીક ઠીક વકરો કરવામાં સફળ રહેલી પાયલ કાપડિયાની ફિલ્મ ‘અવૉર્ડમાં અવ્વલ, પણ આવકમાં ‘બંડલ’ સાબિત થશે?
અહીં કવિ લક્ષ્મીનારાયણ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ની કાવ્ય પંક્તિનું સ્મરણ થાય છે : ‘વિચારો એવા કે અવનિ પર રાજ્ય કરવું, પરિસ્થિતિ એવી કે રખડી રઝળી પેટ ભરવું.’