Arvind Kejriwal questions the Home Ministry implicit    alleged extortion  for Lawrence Bishnoi.

નવી દિલ્હીઃ દિલ્હીમાં વધી રહેલા ગુનાઓ અને ઓપન ગેંગવોરને લઈ આમ આદમી પાર્ટી (આપ)એ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે પાટનગર દિલ્હીમાં કાયદાની કથળેલી સ્થિતિ પર અમિત શાહ ચૂપ કેમ છે? કેજરીવાલે કહ્યું કે, લૉરેન્સ બિશ્નોઈ કોણ છે, તેનો જવાબ ભાજપે આપવો પડશે. કારણકે લૉરેન્સ બિશ્નોઈને ભાજપ (ભારતીય જનતા પાર્ટી) તરફથી સુરક્ષા આપવામાં આવી રહી છે. તેને જેલમાં કેવી-કેવી સુવિધા આપવામાં આવી રહી છે. તે ગુજરાતની જેલમાં રહીને પણ દેશ-વિદેશમાં ગેંગ કઈ રીતે ચલાવી શકે?

આ પણ વાંચો : Yogi Adityanath સરકારના મંત્રીમંડળની વિસ્તરણની અટકળો તેજ, અનેક મંત્રીઓના પત્તા કપાવાની શકયતા

अमित शाह जी, गुजरात की जेल में रहकर Lawrence Bishnoi गैंग कैसे चला रहा है⁉️

Lawrence Bishnoi की गैंग ने आतंक मचा रखा है। एक बात समझ नहीं आ रही कि Lawrence Bishnoi BJP शासित गुजरात की साबरमती जेल में बंद है तो वह जेल में रहकर अपनी गैंग कैसे चला रहा है?@ArvindKejriwalpic.twitter.com/KJmb8azlrG

— AAP (@AamAadmiParty) November 29, 2024

દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગૃહ પ્રધાન અમિત શાહે જણાવવું પડશે કે લૉરેન્સ બિશ્નોઈને ભાજપ ખુલ્લેઆમ રક્ષણ આપે છે. સાબરમતી જેલમાં રહીને તેને ગેંગ ચલાવી રહ્યો છે. તે દિલ્હી, કેનેડા અને અમેરિકામાં તેનો કારોબાર ચલાવી રહ્યો છે.

વિધાનસભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીની અડધી જવાબદારી કેન્દ્ર સરકારની છે જ્યારે અડધી જવાબદારી દિલ્હી સરકારની છે. દિલ્હીના લોકોએ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને તેમને સુરક્ષા આપવાની જવાબદારી આપી છે.

આ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જવાબદારી છે. પરંતુ દિલ્હીમાં કાયદા-કાનૂનની વ્યવસ્થા કથળી છે. 2019માં અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ દિલ્હીમાં કાયદાના લીરે લીરા ઉડી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે, કેન્દ્ર સરકારે દિલ્હીને ગેંગસ્ટર કેપિટલ બનાવી દીધું છે. અરવિંદ કેજરીવાલે છેલ્લા થોડા મહિનામાં થયેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં વધતાં અપરાધના કારણે લોકો સુરક્ષિત નથી. કેન્દ્ર સરકાર દિલ્હી સંભાળી શકતી નથી. દિલ્હીમાં ખંડણી માંગવામાં આવી રહી છે. જે નથી આપતાં તેમના દુકાન કે ઘર પર ફાયરિંગ થઈ રહ્યું છે.

આ પણ વાંચો : કેન્દ્ર સરકારને વિપક્ષ સામે ઝૂકવું પડ્યુંઃ JPCનો કાર્યકાળ લંબાવ્યો, જાણો Waqf Bill ક્યારે આવશે?

મનીષ સિસોદિયાએ પણ અમિત શાહ પર કર્યા પ્રહાર

મનીષ સિસોદિયાએ કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીને શૂટઆઉટની રાજધાની બનાવી દીધી છે. કેન્દ્ર સરકારની એજન્સી NCRB મનાનાં આંકડા જ દિલ્હીમાં કાયદાથી કથળેલી સ્થિતિની પોલ ખોલી રહ્યા છે. દિલ્હીમાં ચારે બાજુ ગુનાખોરી વધી રહી છે. પ્રશાંત વિહારમાં 40 દિવસની અંદર બીજી વખત બ્લાસ્ટ થવો એક ગંભીર બેદરકારીનું પરિણામ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને