Crocodile seen successful  workplace  6 km distant  from Bhadar River

અમદાવાદ: વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગરની ગણતરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે 250થી વધુ મગર દેખાયા હોવાનું રેસ્ક્યૂ ટીમના સુત્રો તરફથી જાણવા મળ્યું હતું. મગરની ગણતરી માટે 230 લોકોની ટીમ કામ કરી રહી છે.

આ પણ વાંચો: વિશ્વામિત્રીના મગરોને અન્યત્ર ખસેડવામાં આવશે, ગીરમાં મગરોથી ભરેલા ડેમમાં સિંહણે સ્વીમિંગ કર્યું…

250 જેટલા મગરો દેખાયા

વડોદરામાં ગત ચોમાસાની સિઝનમાં આવેલા પુર બાદ વિશ્વામિત્રી નદીમાં ડિસિલ્ટિંગનું કાર્ય શરૂ કરવામાં આવશે. આ પહેલા ગીર ફાઉન્ડેશન સાથે મળીને વિશ્વામિત્રી નદીમાં મગરની વસતી ગણતરીનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. બુધવારે શરૂ થયેલી ગણતરી દરમિયાન 250 જેટલા મગરો દેખાયા હોવાનું જાણવા મળ્યું હતું.

મગરની ગણતરી પડકારરૂપ

મગરની ગણતરી કરતી ટીમના સભ્યોનું કહેવું છે કે, પૂરના કારણે નદીનું ધોવાણ થયું છે. જેના કારણે તટીય વિસ્તાર નાનો થયો હોવાથી આ વખતે મગરની ગણતરી પડકારરૂપ બની છે. મગરના શરીરનો કોઇ ભાગ કપાયો હોય તો પણ તેની નોંધ કરવામાં આવે છે. સામાન્ય રીતે માદા મગર માટે મગરો વચ્ચે લડાઇ થાય છે. જેમાં તેમને ઇજાઓ પહોંચતી હોય છે.નદીના બંને કાંઠે ટીમોએ જઇ કામગીરી કરી છે.

ડ્રોનનો પણ કરવામાં આવી રહ્યો છે ઉપયોગ

રેસ્ક્યૂ ટીમના સભ્યોએ વધુમાં કહ્યું કે, ગણતરીમાં જ્યાં દૂરબીન કે નજર ન પહોંચે અને ખૂણા હોય ત્યાં ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ગણતરીનું એનાલિસિસ કરીને તેનો સાચો આંકડો જાહેર કરાશે. આ ગણતરી દરમિયાન મગરના પંજા ન હોય, જડબું કપાયેલું હોય, પૂછડી અડધી હોય તે રેકોર્ડ થાય છે. વિસ્તાર કે માદા મગર માટેની લડાઇમાં મગરોને ઇજા થાય છે. ઇજા જુની છે કે નવી તેની પણ નોંધ લેવાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને