વર્તમાન નાણાકીય વર્ષમાં જીઈએમ પોર્ટલ મારફત સરકારને મળ્યા ₹ ત્રણ લાખ કરોડ

1 hour ago 1

નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષમાં વિવિધ મંત્રાલયો અને સરકારી વિભાગો દ્વારા ખરીદીનું પ્રમાણ વધુ રહેવાથી અત્યાર સુધીમાં ગવર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ (જીઈએમ) પોર્ટલ મારફતે જાહેર પ્રાપ્તિનો આંક રૂ. ત્રણ લાખ કરોડની સપાટી પાર કરી ગયો હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. ગત નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં જીઈએમ પોર્ટલ મારફતે મંત્રાલયો અને સરકારી વિભાગોની પ્રાપ્તિ રૂ. ચાર લાખ કરોડની સપાટીએ રહી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો માટેના ગૂડ્સ અને સર્વિસીસની ઓનલાઈન ખરીદી માટે ગવર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ પોર્ટલ નવમી ઑગસ્ટ, ૨૦૧૬માં અમલી બનાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઑક્ટોબર મહિનામાં જીઈએમએ સિક્કિમ સાથે પ્લેટફોર્મની સુવિધાઓ માટે સમજૂતી કરાર કર્યા હોવાનું તેમણે જણાવતા ઉમેર્યું હતું કે આ પોર્ટલ હેઠળ તમામ રાજ્યને આવરી લેવામાં આવ્યા છે.


Also read: શેરડીનું પિલાણ મોડું થતાં અત્યાર સુધીમાં ખાંડના ઉત્પાદનમાં ૪૪ ટકાનો ઘટાડો


વધુમાં મોટી સરકારી એજન્સીઓ ઉપરાંત જીઈએમ પંચાયતો અને કૉઑપરેટિવ્સને પણ આવરી લેવામાં આવી છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર પોર્ટલ પર ગત ઑક્ટોબર મહિના સુધીમાં સેન્ટ્રલ ઓર્ગેનાઈઝેશનની ખરીદી રૂ. ૩૦.૨૬૪ કરોડની સપાટીએ રહી હતી.


Also read: વિદેશી હૂંડિયામણની અનામતમાં વધુ ૬.૪૭૭ અબજ ડૉલરનો ઘટાડો


તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોર્ટલ શરૂ થયાથી અત્યાર સુધીમાં ૯.૭ લાખ માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝીસે પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને કુલ ઓર્ડર પૈકી ૪૦ ટકા અથવા તો રૂ. ૪.૧૯ લાખ કરોડના ઓર્ડર મેળવ્યા છે
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે દક્ષિણ કોરિયાનુ કેઓએનઈપીએસ (કોનેપ્સ) પ્લેટફોર્મ આ પ્રકારનું વિશ્ર્વનું સૌથી મોટું પ્લેટફોર્મ છે, ત્યાર બાદ બીજા ક્રમાંકે ભારતનું જીઈએમ અને ત્રીજો ક્રમાંક સિંગાપોરના જીઈબિઝ પ્લેટફોર્મનો આવે છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article