વસંત પંચમીનો તહેવાર હિંદુઓ માટે ખૂબ જ મહત્ત્વનો છે અને આ વખતે બીજી ફેબ્રુઆરીના દિવસે જ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે મા સરસ્વતીની આરાધના કરવામાં આવે છે. હિંદુ પંચાગ અનુસાર માઘ મહિનાની શુક્લ પક્ષની તિથિના વસંત પંચમીનો તહેવાર ઉજવાશે અને આ દિવસે મા સરસ્વતીની આરાધના કરનારાઓ પર મા સરસ્વતીની કૃપા વરસે છે અને આશિર્વાદ પ્રાપ્ત થાય છે. પરંતુ આ વખતની વસંત પંચમી થોડી ખાસ રહેવાની છે, કારણ કે 144 વર્ષ બાદ આ વસંત પંચમી પર ખાસ યોગ બની રહ્યો છે. આ દિવસે મહાકુંભનું ચોથુ શાહી સ્નાન થશે અને આ સિવાય સર્વાર્થ સિદ્ધિ યોગ, શિવ યોગ, સિદ્ધ યોગ, ઉત્તરા ભાદ્રપદ યોગ અને રેવતી નક્ષત્રનો યોગ પણ બનવા જઈ રહ્યો છે. આ દિવસે બની રહેલાં આ તમામ યોગની અમુક રાશિના જાતકો પર ખાસ અસર જોવા મળશે, ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
કર્કઃ
કર્ક રાશિના જાતકો માટે વસંત પંચમીથી અચ્છે દિન શરૂ થશે અને આ રાશિના જાતકોને તમામ કામમાં સફળતા મળશે. કામના સ્થળે સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. ધનલાભ થશે. મા સરસ્વતીની કૃપાથી તમામ ઈચ્છાઓ પૂરી થશે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. મા સરસ્વતીની કૃપા અને આશિર્વાદ બની રહેશે. તમારી વાણીથી લોકો આકર્ષિત થશે. બિઝનેસમાં પણ પ્રગતિના યોગ બની રહ્યા છે. જે પણ કામ હાથમાં લેશો તેમાં સફળતા મળશે. પરિવાર સાથે આનંદમાં સમય પસાર કરશો.
આ પણ વાંચો : આજનું રાશિફળ (24-01-25): વૃષભ, કન્યા અને મિથુન રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકોને આ વસંત પંચમીથી ધનલાભ થઈ રહ્યો છે. પ્રેમ-સંબંધોમાં પણ મિઠાશ વધશે. તમામ વિવાદોથી સાવધાન રહો. આ સમયે વેપા કરી રહેલાં લોકોને સારો એવો લાભ થશે. તમારું મન પ્રફુલ્લિત રહેશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને