નવી દિલ્હી: તાજેતરમાં જ અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોનો મુદ્દો ચર્ચામાં છે. તે દરમિયાન વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. હેનલી ગ્લોબલ દ્વારા દર વર્ષે આ યાદી બહાર પાડવામાં અવે છે. રેન્કિંગનું નિર્ધારણ પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિ વિઝા વિના કેટલા દેશોની મુલાકાત લઈ શકે છે તેના આધારે કરવામાં આવ્યું છે.
Also work : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
સિંગાપોરનો પાસપોર્ટ પ્રથમ ક્રમે
કુલ 227 દેશોમાંથી 193 દેશોમાં પ્રવેશ સાથે સિંગાપોરનો પાસપોર્ટ પ્રથમ ક્રમે છે. ત્યારબાદ જાપાન અને દક્ષિણ કોરિયાના પાસપોર્ટ 190 દેશોમાં પ્રવેશ સાથે બીજા સ્થાને છે. જ્યારે ત્રીજા સ્થાને સાત દેશોના પાસપોર્ટ છે, જેમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, ઇટાલી અને સ્પેનનો સમાવેશ થાય છે, જેમને 189 દેશોમાં પ્રવેશની મંજૂરી છે.
ભારતીય પાસપોર્ટ 80મા ક્રમે
તાજેતરમાં પ્રકાશિત થયેલા 2025 હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, ભારતનો પાસપોર્ટ 80મા ક્રમે છે, જે અલ્જેરિયા, ઇક્વેટોરિયલ ગિની અને તાજિકિસ્તાન સાથેનું સ્થાન છે.
Also work : ટ્રમ્પનું વધુ એક ચોંકાવનારું પગલું; આ કારણે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર પ્રતિબંધો લગાવ્યા
અફઘાનિસ્તાન સૌથી નીચે
જો કે આ રેન્કિંગમાં અફઘાનિસ્તાન સૌથી નીચે 99મા સ્થાને રહ્યું છે. અફઘાનિસ્તાનના પાસપોર્ટને ફક્ત 25 દેશોમાં પ્રવેશ મળે છે. જ્યારે 27 દેશોમાં પ્રવેશની સાથે સીરિયા 98મા સ્થાને અને 30 દેશોમાં પ્રવેશ સાથે ઇરાક 97મા સ્થાને રહ્યું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને