શિયાળાની શરૂઆત (winter wellness tips) થઈ ગઈ છે. શિયાળામાં લોકો બાજરીના રોટલા (Bajra Roti) અને રીંગણના ભડથુંનું વિશેષ પ્રમાણમાં સેવન કરે છે. બાજરીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ સહિતના પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. જે પાચનતંત્રને સારું રાખવા સહિત ઘણી બીમારી સામે રક્ષણ આપે છે. બાજરી સામાન્ય રીતે શિયાળામાં ખાવામાં આવે છે, કારણ કે તેની બનાવટ ગરમ હોય છે. જે લોકો તેને ખાય છે તેમને આંતરિક ગરમી મળે છે.
આ પણ વાંચો: રાતે સૂતા પહેલા એલચી ખાવાની ટેવ રાખજો, ફાયદામાં રહેશો!
હાર્ટના દર્દી માટે પણ ફાયદાકારકઃ બાજરીના રોટલા હાર્ટના દર્દીઓને રાહત અને શક્તિ આપે છે. તેમાં રહેલું નિયાસિન નામનું વિટામિન કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. જેનાથી હાર્ટ સંબંધી બીમારી થવાનો ખતરો ઘટે છે. સાથે જ તેમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ બીપીને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે.
બ્લડ શુગર કંટ્રોલ કરેઃ બાજરીના રોટલાનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસનો ખતરો ઘટે છે. બાજરીમાં રહેલાં ગુણ ડાયાબિટીસ ટાઈપ-1ના પ્રભાવને રોકે છે. આ સિવાય વજન ઘટાડવામાં પણ બાજરીના રોટલા મદદ કરે છે. તેને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. બાજરીમાં અન્ય શુદ્ધ અનાજની તુલનામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે.
ઊર્જાના સ્તરમાં વધારોઃ બાજરામાં રહેલા કાર્બોહાઈડ્રેટ સરળતાથી ઊર્જા મુક્ત કરવામાં મદદ કરે છે જે તમને લાંબા સમય સુધી ઊર્જાવાન રાખે છે.
આ પણ વાંચો: મુસાફરી માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરે છે, જાણો મુસાફરીના જબરદસ્ત ફાયદા
ડાઈજેશન અને વજન નિયંત્રણઃ બાજરીમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે. જેથી તે સરળતાથી પચી જાય છે અને પાચનને દુરસ્ત રાખવામાં મદદ કરે છે. કબજિયાત અને ગેસથી પરેશાન હો તો પેટની સમસ્યાઓને ખતમ કરે છે બાજરી. ફાઇબર તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને વધારાની કેલરી ખાવાનું અટકાવે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
એનિમિયા રોકવામાં મદદગારઃ આયર્નની ઉણપથી થતી એનિમિયા કૉમન બીમારી છે. બાજરી આયર્નનું સ્તર વધારી શકે છે, જે એનિમિયાના જોખમને ઘટાડી શકે છે.
હાડકાંઓ માટે છે લાભદાયી: હાડકાંઓને મજબૂત રાખવા માટે બાજરી બેસ્ટ ઓપ્શન છે. તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. જેથી બાજરીના રોટલાનું સેવન હાડકાંઓને હેલ્ધી રાખે છે. સાથે જ શિયાળામાં રોજ તેને ખાવાથી તે બોડીમાં કેલ્શિયમની કમી થવા દેતું નથી. જેનાથી ઓસ્ટિયોપોરોસિસ થવાનો ખતરો પણ ઘટે છે.
- ડિસક્લેમરઃ અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. કોઈ પણ માહિતીનો અમલ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને