કન્નૌજઃ ઉત્તર પ્રદેશમાં લખનઊ-આગ્રા એક્સપ્રેસવે પર આજે સવારે એક માર્ગ અકસ્માતમાં ચાર ડોક્ટર અને એક લેબોરેટરી ટેક્નિશિયનના મોત થયા હતા. આ તમામ સૈફઇમાં ઉત્તર પ્રદેશ યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સ સાથે જોડાયેલા હતા.
આ પણ વાંચો : ચોર પણ થઈ ગયા ટેકનોસેવી, પણ પોલીસની પકક્ડથી બચી ન શકયા
પોલીસ અધિક્ષક અમિત કુમાર આનંદના જણાવ્યા અનુસાર આ ઘટના લગભગ ૩ વાગ્યાની આસપાસ ત્યારે બની જ્યારે એસયુવીએ તેનો માર્ગ બદલ્યો અને ડિવાઇડર સાથે અથડાઇ હતી. અધિકારીએ જણાવ્યું કે ત્યાર બાદ વાહન સામેવાળી લેનમાં ઘૂસી ગયું અને ત્યાં એક ટ્રક સાથે અથડાયું હતું.
આ ભીષણ અકસ્માતમાં ચાર ડોક્ટર અને એક લેબોરેટરી ટેક્નિશિયન ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય એક પીજી વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે તિરવામાં ડો. ભીમરાવ આંબેડકર મેડિકલ કોલેજ લઇ જવામાં આવ્યો હતો.
મૃતકોની ઓળખ આગ્રાના ડો. અનિરુદ્ધ વર્મા(૨૯), ભદોહીના ડો. સંતોષ કુમાર મૌર્ય(૪૬), કન્નૌજના ડો. અરુણ કુમાર(૩૪), બરેલીના ડો. નરદેવ(૩૫) અને લેબ ટેક્નિશિયન રાકેશ કુમાર(૩૮) તરીકે થઇ છે. ડોક્ટરો અને ટેક્નિશિયનોનું જૂથ લખનૌમાં એક લગ્નમાં હાજરી આપ્યા બાદ સૈફઇ પરત ફરી રહ્યું હતું.
આ પણ વાંચો : રામમંદીર પ્રાણ-પ્રતિષ્ઠાની વર્ષગાંઠ 22મી જાન્યુઆરીને બદલે આ દિવસે મનાવાશે, જાણો કારણ
તિરવાના ક્ષેત્ર અધિકારી ડો. પ્રિયંકા વાજપેયીએ જણાવ્યું કે ઘાયલ જયવીર સિંહ(૩૯) કે જે મુરાબાદનો રહેવાસી છે તેને તિરવા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમજ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને