Australia adjacent   2nd  triumph   against Sri Lanka Credit : Mint

ગૉલઃ બીજી ટેસ્ટમાં શનિવારના ત્રીજા દિવસે ઑસ્ટ્રેલિયા સામે યજમાન શ્રીલંકાની ટીમ બીજા દાવમાં 54 રનથી આગળ હતી, પરંતુ હાલત એ છે કે સ્ટીવ સ્મિથના સુકાનમાં ઑસ્ટ્રેલિયાની ટીમ આવતી કાલે (રવિવારે) ચોથા દિવસે જ આ મૅચ જીતી શકે એમ છે.

Also work : ચૅમ્પિયન્સ ટ્રોફીમાં કયા સ્ટાર ખેલાડીઓ નથી રમવાના? કયા દેશોને નુકસાન થવાનું છે?

પ્રથમ દાવમાં શ્રીલંકાએ 257 રન બનાવ્યા બાદ ઑસ્ટ્રેલિયાએ સ્ટીવ સ્મિથના 131 રન અને ઍલેક્સ કૅરીના 156 રનની મદદથી 414 રન બનાવીને 157 રનની લીડ લીધી હતી. ત્યાર બાદ બીજા દાવમાં શ્રીલંકાએ 211 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી. ઍન્જેલો મૅથ્યૂઝે 76 રન બનાવ્યા હતા, જ્યારે વિકેટકીપર કુસાલ મેન્ડિસ 48 રન પર રમી રહ્યો હતો.
ઑસ્ટ્રેલિયાના લેફ્ટ-આર્મ સ્પિનર મૅથ્યૂ કુહનેમને ચાર તથા સ્પિનર નૅથન લાયને ત્રણ વિકેટ લીધી હતી. કુહનેમને પ્રથમ દાવમાં ત્રણ વિકેટ લીધી હતી.

ઑસ્ટ્રેલિયાએ પહેલી ટેસ્ટ એક ઇનિંગ્સ અને 242 રનથી જીતી લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને