Sri Lanka mislaid  5  wickets for this galore  runs successful  beforehand   of a people     of 516 runs...

ડરબનઃ સાઉથ આફ્રિકાએ અહીં શ્રીલંકાને પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં માત્ર 42 રનમાં ઑલઆઉટ કર્યા પછી હવે એને તોતિંગ માર્જિનથી હરાવવા માટે તખ્તો તૈયાર કરી લીધો છે. શુક્રવારે ત્રીજા દિવસે શ્રીલંકાના 516 રનના લક્ષ્યાંક સામે 103 રનમાં પાંચ વિકેટ પડી ગઈ હતી. પ્રવાસી ટીમે હજી 413 રન બનાવવાના બાકી છે.

આ પણ વાંચો : આ ટીમના 11એ 11 ખેલાડીઓએ બોલિંગ કરી, બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

માર્કો યેનસેને પહેલા દાવમાં સાત વિકેટ લીધી હતી અને બીજા દાવમાં બાવીસ રનમાં બે વિકેટ લઈ લેતાં આ મૅચમાં તેના નામે નવ વિકેટ લખાઈ ગઈ છે. કૅગિસો રબાડાએ બીજી ઇનિંગ્સમાં 34 રનમાં બે વિકેટ લીધી હતી.

એ પહેલાં, સાઉથ આફ્રિકાએ બીજો દાવ 366/5ના સ્કોર પર ડિક્લેર કર્યો હતો.

યજમાન ટીમે આ સાડાત્રણસો જેટલા રન કૅપ્ટન ટેમ્બા બવુમા (113 રન)ની ત્રીજી ટેસ્ટ સદી અને ટ્રિસ્ટેન સ્ટબ્સ (122 રન)ની બીજી ટેસ્ટ સદીની મદદથી બન્યા હતા.

બવુમાએ પ્રથમ દાવમાં લડાયક બૅટિંગ કરીને 70 રન બનાવ્યા હતા.

સાઉથ આફ્રિકા બૅટિંગમાં બવુમા તથા સ્ટબ્સના યોગદાનોની મદદથી અને ખાસ કરીને ફાસ્ટ બોલર માર્કો યેનસેનના તરખાટને કારણે વિજયની નજીક પહોંચી ગયું છે.

આ પણ વાંચો : આ ખેલાડીએ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ કેચ પકડ્યો! દર્શકો જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા

બવુમા-સ્ટબ્સ વચ્ચે ચોથી વિકેટ માટે 249 રનની ભાગીદારી થઈ હતી. એ સાથે, ડરબનમાં સૌથી મોટી ભાગીદારીના વિક્રમની બરાબરી થઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને