સંવત ૨૦૮૧ના મુહૂર્તના સોદામાં તેજીનો ટોન નિફ્ટી ૨૪,૩૦૦ની ઉપર, સેન્સેક્સમાં ૩૩૫ પોઈન્ટ્નો સુધારો

2 hours ago 1

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ભારતીય શેરબજારે પહેલી નવેમ્બરના રોજ મૂહૂર્તના સોદાની શરૂઆત તેજી સાથે કરી હતી. નિફ્ટી ૨૪,૩૦૦ના સ્તરે પહોંચ્યો છે જ્યારે સેન્સેક્સે ૩૩૫ પોઇન્ટની આગેકૂચ નોંધાવી છે. સેન્સેક્સ ૩૩૫.૦૬ પોઈન્ટ અથવા ૦.૪૨ ટકા વધીને ૭૯,૭૨૪.૧૨ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો છે અને નિફ્ટી ૯૪.૨૦ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકા વધીને ૨૪,૨૯૯.૫૦ પોઇન્ટના સ્તર પર સ્થિર થયો હતો.

સેન્સેક્સના શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૨૯ ટકા ઉછળીને ટોપ ગેઇનર બન્યો હતો. અન્ય ટોચના વધનારા શેરોમાં અદાણી પોર્ટ ૧.૨૬ ટકા, ટાટા મોટર્સ ૧.૧૭૪ ટકા, એક્સિસ બેન્ક ૦.૯૨ ટકા ઊછળ્યો હતો. નેસ્લે, એમટીપીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇટીસી, ટાઇટન, કોટક બેન્ક, ઇન્ફોસિસ અને ટીસીએસ પણ વધ્યા હતા. કુલ ટ્રેડેડ શેરોમાંથી લગભગ ૨૮૯૪ શેર વધ્યા હતા અને ૫૫૦ શેર ઘટ્યા હતા. એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા અને આઇસીઆઇસીઆઇ બેન્ક ગબનારા શેરમાં હતાં. નિફ્ટીમાં ટોપ ગેઇનર શેરોની યાદીમાં એમએન્ડએમ, ઓએનજીસી, અદાણી પોર્ટ્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, ટાટા મોટર્સ, જ્યારે ખોટમાં ડો. રેડ્ડીઝ લેબ્સ, એચસીએલ ટેક, બ્રિટાનિયા, ટેક મહિન્દ્રા અને અદાણી એન્ટરપ્રાઈઝનો સમાવેશ હતો.

આ ઉપરાંત અદાણી પોર્ટ્સ, એનટીપીસી, એક્સિસ બેંક, ટાઇટન, ઇન્ડસઇન્ડ બેંક, ટાટા સ્ટીલ, એચડીએફસી બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ભારતી એરટેલ પણ આગળ વધ્યા હતા. ઓટો ઈન્ડેક્સ એક ટકા વધવા સાથે તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. મિડકેપ ઈન્ડેક્સ ૦.૭ ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ એક ટકા વધ્યો હતો.

સેન્સેક્સ અને નિફ્ટીએ મુહૂર્ત ટ્રેડિંગ સત્રની શરૂઆત તેજીના ટોન સાથે કરી હતી અને તમામ ક્ષેત્રો ગ્રીન ઝોનમાં આગળ વધ્યા હતાં. કંપનીઓએ તેમના માસિક વેચાણના આંકડા જાહેર કર્યા હોવાથી ઓટો શેરોમાં ખરીદી જોવા મળી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લગભગ ત્રણ ટકા વધ્યો હતો, જ્યારે ટાટા મોટર્સમાં સારો ઉછાળો હતો. આ દરમિયાન મારુતિ સુઝુકીમાં પણ આગેકૂચ જોવા મળી હતી.

મુહૂર્ત ટ્રેડિંગે દિવાળીના અવસરે યોજાતું એક કલાકનું ખાસ ટ્રેડિંગ સત્ર છે, જે હિન્દુ કેલેન્ડર વર્ષ (સંવત ૨૦૮૧)ની શરૂઆત દર્શાવે છે. મુહૂર્ત ટ્રેડિંગ, ભારતીય શેરબજારોમાં લાંબા સમયથી ચાલતી પરંપરા, વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે તે દિવાળીના તહેવાર અને હિન્દુ નવા વર્ષની શરૂઆત સાથે એકરૂપ છે. સાંજે માત્ર એક કલાક માટે આયોજિત, આ સાંકેતિક ટ્રેડિંગ સેશન આગામી વર્ષ માટે રોકાણકારો અને સટોડિયાઓ માટે સમૃદ્ધિ અને સફળતા લાવશે તેવું માનવામાં આવે છે.

ગુરુવારે સમાપ્ત થયેલા સંવત વર્ષ ૨૦૮૦ દરમિયાન, બીએસઇ સેન્સેક્સ ૧૪,૪૮૪.૩૮ પોઈન્ટ્સ અથવા ૨૨.૩૧ ટકા ઊછળ્યો હતો, જ્યારે નિફ્ટી ૪,૭૮૦ પોઈન્ટ્સ અથવા ૨૪.૬૦ ટકા ઊછળ્યો હતો.

પ્રારંભિક વેપારમાં યુરોપિયન શેરો વધવાથી વૈશ્ર્વિક બજારો મિશ્ર હતા. મોટાભાગના એશિયન બજારો નુકસાન સાથે બંધ થયા છે. જાપાનનો બેન્ચમાર્ક નિક્કી ૨૨૫ ૨.૬ ટકા, શાંઘાઈ કમ્પોઝિટ ૦.૨ ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ૦.૫ ટકા ઘટ્યો હતો. હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સમાં ૦.૯ ટકાનો વધારો થયો છે.

સંવત ૨૦૮૦માં સેન્સેક્સ ૧૪,૪૮૪.૩૮ પોઇન્ટ અથવા તો ૨૨.૩૧ ટકા ઊછળ્યો હતો જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ૪૭૮૦ પોઇન્ટ અથવા તો ૨૪.૬૦ ટકા ઊછળ્યો હતો. આ દરમિયાન બીએસઇ પર લિસ્ટેડ તમામ શેરોનું બજારમૂલ્ય રૂ. ૪,૪૪,૭૧,૪૨૯.૯૨ કરોડની સપાટીએ પહોંચ્યું હતું.

આ રીતે છેલ્લી દિવાળીથી રોકાણકારો ૧.૫ ટ્રિલિયનથી વધુ સમૃદ્ધ બન્યા હોવા સાથે સંવત ૨૦૮૦ને હવે સૌથી વધુ સંપત્તિ સર્જનાર વર્ષ તરીકે રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું છે. અલબત્ત વર્ષના અંતિમ મહિનામાં વિદેશી ફંડ્સ દ્વારા મજબૂત વેચાણ જોવા મળ્યું હતું, જને કારણે પ્રત્યેક અગ્રણી ઇન્ડેક્સમાં લગભગ છ ટકા જેટલો કડાકો નોંધાયો છે.

જોકે, ભારતીય કેલેન્ડરના ધોરણે રોકાણકારો લાભમાં રહ્યં છે. સંવત વર્ષ ૨૦૮૦ની શરૂઆત ૧૨ નવેમ્બરે થઇ હતી, ત્યારથી ગણતરી કરીએ તો ભારતમાં રોકાણકારોની સંપત્તિ રૂ. ૧૨૮ લાખ કરોડ (વર્તમાન વિનિમય દરે આશરે ૧.૫ ટ્રિલિયન) વધીને રૂ. ૪૫૩ લાખ કરોડ થઈ છે. આનાથી સંવત ૨૦૮૦નું વર્ષ શેરબજારના ઇતિહાસરનું સૌથી વધું સંપત્તિ સર્જનારૂ વર્ષ બન્યું છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article