સાઉથ અને બોલીવૂડ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુના પિતાના સમાચાર આપીને સૌને ચોંકાવ્યા છે. આ ન્યૂઝ અંગે સામંથાએ સોશિયલ મીડિયા પર તૂટેલા હૃદયનું ઇમોજી મૂકી પોતાના ચાહકો માટે મેસેજ શેર કર્યો હતો. હાલમાં સામંથા ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે, જે કેટલાક વર્ષોથી માયોસાઇટિસ નામની ખતરનાક બીમારીથી પીડિત છે.
તેણે થોડાં વર્ષ પહેલાં એક્ટર નાગા ચૈતન્યથી છૂટાછેડા લીધાં હતાં. સામંથા અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની અંગત બાબતોને શેર કરતી રહે છે, ત્યારે તાજેતરમાં પિતાના આકસ્મિક નિધનના સમાચાર આપીને તેના ચાહકોને ચોંકાવ્યા છે.
અંગત વાત કરીએ તો સામંથા રૂથ પ્રભુનો જન્મ ચેન્નઈના રહેવાસી જોસેફ પ્રભુ અને નિનેટ પ્રભુને ત્યાં થયો હતો. અભિનેત્રીએ તેના ઉછેર અને સ્ટારડમ સુધીની તેની સફરમાં તેના માતા-પિતાની ભૂમિકા વિશે ઘણી વખત વાત કરી છે. જોસેફ એંગ્લો-ઈન્ડિયન હતા. તેની પુત્રી સામંથાના જીવનમાં તેની મોટી ભૂમિકા હતી.
થોડા સમય પહેલા અભિનેત્રીએ તેના પિતા સાથેના બોન્ડ વિશે વાત કરી હતી. સામંથાએ જણાવ્યું હતું કે તેના પિતાના કડક શબ્દોના કારણે તેના બાળપણમાં અસુરક્ષા આવી હતી. સામંથાએ એક વખત કહ્યું હતું કે મારા પિતા અન્ય ભારતીય માતા-પિતા જેવા હતા. તેઓ વિચારે છે કે તેઓ તમારું રક્ષણ કરી રહ્યા છે.
આપણ વાંચો: છૂટાછેડાના ૩ વર્ષ પછી સામંથાએ અચાનક વ્યક્ત કરી મનની વાત…
વર્ષ ૨૦૨૧માં સામંથાના નાગા ચૈતન્યથી છૂટાછેડાની પણ તેના પિતા જોસેફ પ્રભુ પર ખુબ અસર થઇ હતી. તેમણે તેમની ભાવનાઓ વ્યક્ત કરવા કોઈ નિવેદન આપવાને બદલે ફેસબુક પર કવિતા લખીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે સામંથા અને ચૈતન્યના લગ્નના ફોટા સાથે તેમના મિત્ર સાથે જૂની યાદ શેર કરી હતી. તેણે લખ્યું હતું હતું ઘણા સમય પહેલા એક સ્ટોરી હતી અને હવે તે રહી નથી. તો ચાલો એક નવી સ્ટોરી અને નવો અધ્યાય લખીએ.’
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યના લગ્ન ઓક્ટોબર ૨૦૧૭માં થયા હતા. બંનેએ હિન્દુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. ચાર વર્ષ પછી ઓક્ટોબર ૨૦૨૧માં, દંપતીએ જાહેરાત કરી કે તેઓ પરસ્પર સંમતિથી અલગ થઈ રહ્યા છે. સામંથાથી અલગ થયાના ૩ વર્ષ બાદ નાગા ચૈતન્ય અભિનેત્રી શોભિતા ધૂલીપાલા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ચૈતન્ય અને શોભિતાના લગ્ન ૪ ડિસેમ્બરે હૈદરાબાદમાં થશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને