Pune younker  caughtBogus telephone  halfway  moving  successful  Indore exposed

અમદાવાદ: આજકાલ સાયબર ગઠિયાઓ લૂંટ કરવા માટે અવનવા કીમિયા અપનાવી રહ્યા છે ત્યારે તાજેતરમાં અમદાવાદમાં સાયબર ગઠિયાઓએ શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતા એક બિલ્ડરને ફસાવીને એક કરોડ પડાવ્યા છે. સાયબર ગઠિયાઓએ બિલ્ડરને સતત ત્રણ દિવસ ડિજિટલ એરેસ્ટ કરીને 1.09 કરોડની રકમની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ સેલમાં નોંધવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad: નારણપુરામાંથી એસઓજીએ 25 લાખનું પકડ્યું ડ્રગ્સ, 7 આરોપી ઝડપાયા…

બિલ્ડર સાથે છેતરપિંડી

અમદાવાદનાં નારણપુરાની શીવ સંકલ્પ સોસાયટીમાં રહેતા અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતાં કેતન પટેલે આ અંગે ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ૩ જુલાઈના રોજ તેમને ફેડેક્સ કુરિયરથી ફોન આવ્યો હતો કે તમારા નામે એક પાર્સલ ઇરાન જતુ હતું, જેમાં પાસપોર્ટ, ડેબિટ કાર્ડ અને એમડી ડ્રગ્સ છે. આ સદર્ભમાં મુંબઈ નાર્કોટિક્સની અંધેરી સ્થિત ઓફિસમાં આ બાબતે ગુનો નોંધાયો છે.

વીડિયો કોલ કરીને છેતર્યો

ફરિયાદમાં જણાવાયું હતું આ કેસમાં મને મુંબઈ હાજર થવા અથવા ઓનલાઈન સ્ટેટમેન્ટની સાથે તપાસમાં સહયોગ આપવો પડશે. ફરિયાદીએ કહ્યું હતું કે મે આ કોઈ જ પાર્સલ કર્યું નથી તો તેમણે આ નિવેદન નોંધાવવા માટે સ્કાયપેથી વીડિયો કોલ કરીને તેના નામે જુદા જુદા દેશમાં ગેરકાયદે નાણાકીય વ્યવહારો થયા હોવાનું કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Gujarat માં નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ કફોડી, આટલા કરોડના વીજ-બિલની ચૂકવણી બાકી

તપાસને નામે પડાવ્યા 1.09 કરોડ

જોકે ફરિયાદીને આ અંગે શંકા જતાં તેમણે પોતાનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધું હતું. જો કે બીજા દિવસે વીડિયો કોલ કરીને ગઠિયાઓએ ફરિયાદીને આરબીઆઇના વેરિફિકેશન માટે બેંક એકાઉન્ટના પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું હતું પરંતુ ફરિયાદી તેમ ન કરતાં તેમને રાતના 11 વાગ્યા સુધી વીડિયો કોલથી ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા. તેમ છતા ફરી વીડિયો કોલ કરીને આર્થિક વ્યવહારની તપાસના નામે 1.09 કરોડ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા અને તપાસ બાદ નાણાં પરત આપવાનું કહ્યું હતું પરંતુ નાણાં પરત ન મળતા આરોપીને છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને