તસવીરની આરપાર -ભાટી એન.
ભક્તિરામ બાપુ મહંતશ્રી, અંશુ ગુપ્તા આપણે સર્વશક્તિમાન માતાજી – ભગવાન કે સંતો-સતીનાં મંદિરો નિરખીએ છીએ!? પણ આજે આપણે એકસ્ટ્રા ઓર્ડિનરી માનવની સેવા કરતું ‘માનવ મંદિર’ના હરિભક્તો એટલે મનોરોગી બહેનો જેને આપણે અસ્થિર મગજના કહી તેને તરછોડવામાં આવે છે તેવી સમાજમાંથી અસ્વીકૃત બહેનો કે તરછોડાયેલ બહેનોને આ ‘માનવ મંદિર’માં સ્થાન મળે છે. આ માનવ મંદિર અમરેલી જિલ્લાના સાવરકુંડલાથી પાંચ કિ.મી. દૂર આવેલું ‘માનવ મંદિર’ અંતરિયાળ ગ્રામ્ય રસ્તે જતા આવે છે. પણ આ માનવ મંદિર લીલીછમ હરિયાળી ક્રાંતિ કરી વિવિધ અસંખ્ય વૃક્ષો છે અને વિશાળ હોલ છે ત્યાં નિત્ય મનોરોગી બહેનોની જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. આજ હોલમાં ઠાકરજીનું મંદિર છે જ્યાં નિત્ય આરતી સેવા પૂજા થાય છે.
માનવ મંદિરનું સર્જન કેમ થયું…!? ભક્તિરામ બાપુ મહંતશ્રી અગાઉ કથા કરતા હતા અને પોતે તેમાં રત હતા પણ ઓચિંતું તેમને મનોરોગી વ્યક્તિનું દુ:ખ જોઈ તેમનું દિલ વલોવાય ગયું ને કથાની વ્યાસપીઠને વિરામ આપી સમાજની મનોરોગી બહેનો માટે સાવરકુંડલા પાસે કાના તળાવ નજીક ડુંગર પર જગ્યા ખરીદીને મનોરોગી- અસ્થિર મગજની બહેનોની સેવાયજ્ઞ શરૂ કર્યો. ભક્તિરામ બાપુના નામ એવા ગુણ છે.
Also read: પોલીસ અફસરની સજ્જતાએ એક મહિલાને છેતરાતાં બચાવી
ગુણિયલ આ વ્યક્તિને તમામ સમાજનો સાથ મળતો જાય છે. આ ‘માનવ મંદિર’ કોઈ નાતજાત કે ધર્મના બદલે માનવ ધર્મને પ્રાયોરિટી આપે છે. આ માનવ મંદિરમાં મનોરોગી બહેનોને રહેવા માટે અલાયદા રૂમો બનાવ્યા છે અને આગળ વિશાળ ગ્રાઉન્ડ તેમ વૃક્ષોની શીતળ છાંયડીમાં ઓટા છે. ભગવાનની મૂર્તિઓ રાખી છે અને મોટા બે ચબૂતરા પણ છે જેથી પક્ષીપ્રેમી પણ બાપુ છે. અહીં ઘણીવાર તરછોડાયેલ કે ભૂલી પડી ગયેલ બહેનોને સામાજિક લોકો કે પોલીસ મૂકી જાય છે.
આ માનવ મંદિર તબીબ મંદિર પણ છે. અહીં એક રૂમમાં ડૉકટરી દવાઓ રાખવામાં આવી છે અને અમરેલીના મનોરોગી ડૉકટર સમયાંતરે આવીને મનોરોગી બહેનોની તપાસ કરે છે અને સુચારૂ દવા લખી આપે છે.
અત્યારે આ માનવ મંદિરમાં ૬૦ જેટલી મનોરોગી બહેનો રહે છે. તેમને સવારે ચા-નાસ્તો, બપોરે ભોજન એ સમયે જ જમ્યા બાદ દવાની પેટીઓ પર મનોરોગી બહેનનું નામ હોય તેને કેટલી દવા આપવાની તે પેટી પર રાખવામાં આવે છે. આમ બપોર ને સાંજે બે ટાઈમ સ્વયમ્ સેવિકા ઈલાબેન દવા આપે છે જેથી સમય જતા ઘણી મનોરોગી બહેનો સાજી થઈ જતા પૂજ્ય ભક્તિરામ બાપુ તેમના વાલીને બોલાવી મનોરોગીને પાછી સાજી કરી મોકલે છે. જેના વાલી-વારસ ના હોય તેના લગ્ન કે નિકાહ પણ પઢાવી સાસરે વળાવે છે. અહીં ચાર નાના બાળકો છે જે કોઈ મનોરોગીએ અહીં બાળકને જન્મ આપ્યો હોય કે ભૂલા પડેલ નાનાં બાળકોને પણ મોટા તો કરે છે પણ તેને સારી સ્કૂલમાં બાપુ ભણાવે છે ને પોતાના સંતાનની જેમ રાખે છે.
આ માનવ મંદિર અત્યારે અંશુ ગુપ્તા નામની યુવાન સુરતની છોકરી મનોરોગીછે પણ તેમની વાચાળ ભાષા, ગાવાની સ્ટાઈલ ને સાત જેટલી વિવિધ ભાષાઓ બોલે છે. તેમને સુરતથી તેમના વાલી અહીં મૂકી ગયા છે અને બાપુ તેની સારી સારવાર કરાવી રહ્યા છે, પણ અત્યારે સોશિયલ મીડિયામાં અંશુ ગુપ્તા છવાઈ ગઈ છે. તેની વાણીનો જાદુ નિરાળો છે.
Also read: SEBIની દરમિયાનગીરી બાદ C2C એડવાન્સનું લિસ્ટિંગ મોકૂફ
આથી પ્રેરાઈને ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ માનવ મંદિરની મુલાકાતે આવેલ. આમ ભક્તિરામ બાપુ મનોરોગી બહેનોને પ્રવાસ કરાવે છે અને આ શરદ પૂનમે રાસોત્સવ રાખેલ જેમાં નવા ચણિયા-ચોળી પહેરી બહેનો રાસ રમેલ. તેમની સાથે રાસ રમવા ઘણા હરિભક્તો આવેલ. અત્યારે અંશુ ગુપ્તાને મળવા માનવ મંદિરે માનવ મહેરામણ ઊમટે છે. અંશુ ગુપ્તા મનોરોગી હોવા છતાં સેલિબ્રિટી બની ગયાં છે. માટે મનોરોગી બહેનોનું અનોખું માનવ મંદિર આશ્રમની અચૂક મુલાકાત તમે લેશો તો તમારામાં પણ માનવતા ચોક્કસ પ્રગટશે…?
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને