નવી દિલ્હી: અમેરિકી સ્વાસ્થ્ય નિયામકના જણાવ્યાનુસાર જેનેરિક દવાના બોક્સમાં ટેબ્લેટો તૂટેલી હોવાની ફરિયાદને ધ્યાનમાં લેતા અગ્રણી ડ્રગ ઉત્પાદક કંપની સિપ્લા અમેરિકાથી અંદાજે ૧૮૦૦ કરતાં વધુ બોક્સ પાછા મગાવી રહી છે.
તાજેતરનાં યુએસ ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ)નાં એન્ફોર્સમેન્ટ અહેવાલ અનુસાર સિપ્લાનું અમેરિકા ખાતેનું એકમ લેન્થાનુમ કાર્બોનેટ ચ્યુએબલ ટેબ્લેટ્સ (૧૦૦૦ એમજી, ૧૦ બોટલ)નાં ૧૮૭૫ બોક્સ પાછા ખેંચી રહી છે. નોંધનીય બાબત એ છે કે લોહીમાં ફોસ્ફેટના ઊંચા સ્તરવાળા દર્દીની સારવાર માટે આ ટેબ્લેટનો ઉપયોગ થતો હોય છે.
Also Read – 52 કરોડ રૂપિયામાં વેચાયું એક કેળું, જાણી લો શું છે ખાસિયત….
યુએસએફડીએના જણાવ્યાનુસાર ટેબ્લેટનો ભુક્કો અથવા તો તૂટેલી ટેબ્લેટની ફરિયાદો મળતાં ન્યૂ જર્સી સ્થિત સિપ્લા યુએસએ ઈન્ક દવાના બોક્સ પાછા ખેંચી રહી છે. નોંધનીય બાબત એ છે કે આ વર્ષે ગત ૨૩ ઑક્ટોબરે દવા ઉત્પાદકે ક્લાસ ટૂ નેશનવાઈડ (યુએસ) રિકૉલ અમલી બનાવ્યું હતું.
અમેરિકી ડ્રગ નિયામક અનુસાર કલાસ ટૂ રિકૉલ ત્યારે અમલી થાય જ્યારે તેના વપરાશ, ઉલ્લંઘનથી સ્વાસ્થ્ય પર કામચલાઉ માઠી અસર પડે અથવા તો તબીબી દૃષ્ટિએ આડઅસર થતાં સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની ભીતિ હોય.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને