સીરિયામાં અમેરિકાનો જોરદાર હવાઇ હુમલો, 37 આતંકવાદીઓ માર્યા ગયા…

2 hours ago 1
Heavy US aerial  onslaught   successful  Syria, 37 terrorists killed Credit: The Economics Times

હમાસ બાદ ઇઝરાયલ લેબનોનને નિશાન બનાવી રહ્યું છે અને તેના ટાર્ગેટ પર હુમલા કરી રહ્યું છે. ઇઝરાયલને જોઇને અમેરિકાને પણ જોશ આવી ગયું છે અને તેણે પણ
સીરિયામાં આઇએસઆઇએસ જૂથ અને એલ કાયદા સાથે જોડાયેલા એક જૂથ પર હુમલો કરી દીધો છે. આ હુમલામાં આ જૂથ સાથે જોડાયેલા 37 આતંકવાદીઓ માર્યા ગયા છે. અમેરિકાએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે, હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓમાં બે ટોચના આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો :Isreal Vs Hezbollah: નસરલ્લાહ પછી હિઝબુલ્લાહનો પ્રિવેન્ટિવ સિક્યુરિટી યુનિટ કમાન્ડર ઠાર…

નોંધનીય છે કે સીરિયા કટ્ટર ISISનો ગઢ ગણાય છે. સીરિયામાં લગભગ 900 અમેરિકન સૈનિકો છે જે મુખ્યત્વે કટ્ટરપંથી આઇએસઆઇએસ જૂથની વાપસીને રોકવામાં લાગેલા છે. ISISએ 2014માં ઈરાક અને સીરિયા પર કબજો કર્યો હતો.

કુર્દિશની આગેવાની હેઠળની સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસની મદદ માટે સીરિયામાં અમેરિકી દળો તૈનાત કરવામાં આવ્યા છે. જો કે, સીરિયા અને ઇરાકમાં યુએસ સૈનિકો અને ISIS લડવૈયાઓ વચ્ચે વારંવાર છુટાછવાયા ગોળીબાર થાય છે.

ઇઝરાયલ પણ આતંકીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને તેમના પર જોરદાર હુમલો કરી રહ્યું છે. તાજેતરમાં જ ઈઝરાયલના હુમલામાં હિઝબુલ્લાનો ચીફ હસન નસરાલ્લાહ માર્યો ગયો હતો. ઇઝરાયલે રવિવારે પણ હિઝબુલ્લાના ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article