Barely 38 balls were played and Suryakumar was injured representation by news9live

કોલકાતાઃ ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝમાં ભારતીય ટીમે જે પર્ફોર્મ કર્યું એનાથી નિરાશ ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓ માટે હવે ટી-20ના ધમાકા શરૂ થવાની તૈયારીમાંછે અને એ પહેલાં ભારતની ટી-20 ટીમના સુકાની સૂર્યકુમાર યાદવે ચાહકો માટે કેટલીક રસપ્રદ વાતો કરી છે જેમાં ખાસ કરીને તેણે કોલકાતામાં ફૂડની બાબતમાં પોતાને સૌથી પ્રિય જે ચીજ છે એનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.

સૂર્યકુમાર યાદવે ટી-20 સિરીઝની પૂર્વસંધ્યાએ આપેલા ઇન્ટરવ્યૂમાં કેટલાક રસપ્રદ સવાલના જવાબ આપ્યા હતા. એટલું જ નહીં, તેણે કોલકાતા પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો. બીસીસીઆઇએ એક્સ' પર સૂર્યકુમારનો એક વીડિયો શૅર કર્યો છે. ગુરુવારે ભારતની પ્રથમ ટી-20 કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સાંજે 7.00 વાગ્યાથી રમાશે. વાઇરલ થયેલા વીડિયોમાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં સૂર્યકુમારે કહ્યું,હું તો વિચારતો હતો કે તમે મને કેમ છો એવું પૂછશો. ત્યાર બાદ તેણે ટીમના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને મજાકમાં પૂછ્યું, પાજી…જેમ કે આ પાજીને જોઈને યાદ આવે છે…પાજી ભાલો? ભાલો પાજી?’

સૂર્યકુમારને બંગાળી ભાષામાં બોલતો જોઈને અર્શદીપે પણ એ જ ભાષામાં તેને જવાબ આપતા કહ્યું, ભાલો અચી!' ત્યાર બાદ સૂર્યાએ હસતાં કહ્યું,પાજી પણ શીખી ગયા છે અહીં રહીને’

https://twitter.com/i/status/1881552298998153664

આ પણ વાંચો : IND vs ENG T20: કાલે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થશે, સૂર્યકુમાર યાદવે ભરી હુંકાર

વાતચીત દરમ્યાન સૂર્યકુમારે જૂના દિવસોની યાદ તાજી કરતા કહ્યું, `એ વખતે હું જ્યારે હું અહીં આવ્યો હતો ત્યારે મને ભરીભરીને મિષ્ટી દોઈ ખવડાવ્યું હતું. ત્યારે મેં એની ખૂબ મજા કરી હતી. આ વખતે પણ અહીં અમે ટ્રાવેલ કરી રહ્યા છીએ. અહીં આવ્યા બાદ એક વાર જ્યારે વિચાર્યું કે થોડું હળવું ભોજન કરી લેવું છે તો એમાં પણ તેઓ એ વાનગી (મિષ્ટી દોઈ) ખાસ ઉમેરી દીધું હતું.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને