બોલવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ગુરુવારે વહેલી સવારે થયેલાં હુમલા પર બોલીવૂડ સેલેબ્સ જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને આ જ અનુસંધાનમાં બોલીવૂડની ડ્રામા ક્વીન અને આઈટમ ગર્લ રાખી સાવંત (Rakhi Sanwat)એ પણ કમેન્ટ કર્યું છે.
રાખી સાવંતે હાઈ પ્રોફાઈલ બિલ્ડિંગની સુરક્ષા સામે સવાલ ઉઠાવતા તેની બહેનપણી કરિના કપૂર-ખાનના પતિ સૈફની સલામતી માટે દુઆ પણ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે-
આપણ વાંચો: સૈફ અલી ખાન પર છરીનો હુમલો: સરકાર, પોલીસે ઝડપથી કાર્યવાહી કરી; મુંબઈ સૌથી સુરક્ષિત શહેર: બાવનકુળે
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં રાખી સાવંતે આ મુદ્દે વાત કરતાં જણાવ્યું હતું કે ઓહ માય ગોડ, કેટલા માઠા સમાચાર છે. સૈફ અલી ખાન જેમની સાથે મેં મારા સ્ટ્રગલના દિવસોમાં રાકેશ રોશનના એક ગીતમાં કામ કર્યું છે. હું ક્યારેય સપનામાં પણ નથી વિચારી શકતી કે સૈફુ સાથે આવું કંઈ થઈ શકે.
એટલું જ નહીં રાખીએ બિલ્ડિંગની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેણે આગળ કહ્યું હતું કે તમે મંથલી આટલા પૈસા લો છો તો એક સીસીટીવી કેમેરા પણ નથી લગાવી શકતા? કેટલું ખરાબ છે આ…
આપણ વાંચો: સૈફ અલી ખાન હુમલો કેસઃ શંકાસ્પદની પોલીસે કરી અટકાયત
રાખી સાવંતનો આ વીડિયો સોશિયલ મીડિયા ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે આગળ એવું પણ કહેતી સાંભળવા મળે છે કે 2025ની શરૂઆતમાં જ આ બધું શું થઈ રહ્યું છે? હું આશા રાખું છું કે સૈફ અલી ખાનની તબિયત ઝડપથી સાજી થઈ જાય. રાખીએ આ વીડિયોમાં કરિનાને પોતાની બહેનપણી, સ્વીટહાર્ટ પણ ગણાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારે મધરાતે મુંબઈના બાંદ્રા ખાતે આવેલા સૈફ અલી ખાનના ઘરમાં અજ્ઞાત લોકોએ ઘૂસીને સૈફ પર ચાકુથી હુમલો કર્યો હતો. આ હુમલામાં સૈફને ગંભીર ઈજા પહોંચી હતી, જોકે, હાલમાં તે જોખમથી બહાર છે અને ડોક્ટરોએ તેને આગામી 2-3 દિવસમાં જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે, એવી માહિતી પણ આપી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને